Sports News : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન હસમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને જીત માટે 274 રનનો લક્ષ્યાંક આપ્યો. આ પછી ઓસ્ટ્રેલિયાએ 12.5 ઓવર પછી એક વિકેટ ગુમાવીને 109 રન બનાવી લીધા હતા. પરંતુ પછી વરસાદને કારણે મેચ યોજાઈ શકી નહીં. આ કારણોસર બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયન ટીમ સેમિફાઇનલમાં પ્રવેશી ગઈ છે.
ટ્રેવિસ હેડે અડધી સદી ફટકારી
ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધુ 59 રનની ઇનિંગ રમી હતી. તેમના સિવાય સ્ટીવ સ્મિથે 19 રન અને મેટ શોર્ટે 20 રન બનાવ્યા. આ ખેલાડીઓના કારણે જ ઓસ્ટ્રેલિયન ટીમ 100 રનનો આંકડો પાર કરી શકી. પરંતુ મેચમાં વરસાદ મોટો ખલનાયક બન્યો હતો.
સિદ્દિકુલ્લાહ અટલ અને અઝમતુલ્લાહ ઉમરઝાઈએ અડધી સદી ફટકારી
મેચની વાત કરીએ તો પહેલા બેટિંગ કરવા આવેલા અફઘાનિસ્તાનની આ મેચમાં શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝ (0) ને પહેલી જ ઓવરમાં સ્પેન્સર જોહ્ન્સન દ્વારા બોલ્ડ કરવામાં આવ્યો. આ પછી જદરન અને અટલ વચ્ચે 67 રનની ભાગીદારી થઈ. ઇબ્રાહિમ ઝદરાન 28 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો હતો. રહેમત શાહે 21 બોલમાં 12 રન બનાવ્યા. સિદીકુલ્લાહ અટલ ટીમનો ટોપ સ્કોરર હતો. તેણે 95 બોલમાં 85 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનની આખી ટીમ 50 ઓવરમાં 273 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બોલિંગની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા તરફથી બેન દ્વારશુઈસે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. તેમના સિવાય સ્પેન્સર જોહ્ન્સન અને એડમ ઝામ્પાએ 2-2 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: જોસ બટલરે ઇંગ્લેન્ડની કેપ્ટનશીપ છોડી, ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમનું પ્રદર્શન શરમજનક રહ્યું
આ પણ વાંચો: ઑસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન મેચ રદ થશે તો શું થશે, કોણ સેમિફાઇનલમાં પ્રવેશ કરશે?
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી 2025; અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે 28 ફેબ્રુઆરીએ મુકાબલો
