દિલ્હીની કોર્ટે યુટ્યુબર ધ્રુવ રાઠીને સમન્સ પાઠવ્યું છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા સુરેશ નખુઆ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં રાઠીને હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. નખુઆનો આરોપ છે કે ધ્રુવ રાઠીએ તેને હિંસક અને અપમાનજનક ટ્રોલ કહીને તેનું અપમાન કર્યું હતું.
બાર અને બેંચના અહેવાલ મુજબ સાકેત કોર્ટમાં જિલ્લા ન્યાયાધીશ ગુંજન ગુપ્તાએ 19 જુલાઈએ રાઠીના નામે સમન્સ જારી કર્યા હતા. કેસની આગામી સુનાવણી 6 ઓગસ્ટે થશે. કોર્ટે રાઠીને સ્પીડ પોસ્ટ, કુરિયર તેમજ ઈલેક્ટ્રોનિક મોડ દ્વારા સમન્સ મોકલવા કહ્યું છે. નખુઆ વતી એડવોકેટ રાઘવ અવસ્થી અને મુકેશ શર્મા હાજર રહ્યા હતા.
મુંબઈ યુનિટના બીજેપી પ્રવક્તા નખુઆએ આરોપ લગાવ્યો કે રાઠીએ તેમને ‘હિંસક અને અપમાનજનક ટ્રોલ’ કહ્યા. તેમણે આરોપને ખોટો ગણાવ્યો અને કહ્યું કે આ તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવા માટે કરવામાં આવ્યું છે. નખુઆ વતી કોર્ટને કહેવામાં આવ્યું હતું કે ધ્રુવ રાઠીએ એક ભડકાઉ વીડિયોમાં તેમના વિશે પાયાવિહોણા દાવા કર્યા છે. હિંસક અને અપમાનજનક ટ્રોલિંગમાં સામેલ થવાનો આરોપ. નખુઆએ કહ્યું કે રાઠીના આ આરોપોને કારણે તેમને ઘણી નિંદાનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો:બુલંદશહેરમાં મારુતિ વાનમાં લાગી અચાનક આગ, ગંગા સ્નાન કરવા જતા શ્રદ્ધાળુઓના થયા મોત
