Not Set/ શું અલ્પેશ ઠાકોર “મિશન રાજ્યસભા” પર ? ભાજપ દ્રારા રાજ્યસભાની 1 બેઠક બચાવવાની કવાયતો શરૂ?

લોકસભા ચૂંટણી સમયે અચાનક કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામુંં આપતા અનેક અટકળો સાથે સવાલો પણ ઉભા થઇ રહ્યા હતા. ગુજરાતમાં મતદાન પૂર્ણ થઇ ચૂક્યું હતું અને આવા સમયે અલ્પેશ ઠાકોરે કોઇ કારણ વગર કોંગ્રેસમાંથી રજીનામું આપી દેતા લોકો ગણીત શું તેવી ચર્ચા કરી રહ્યા હતા. આવા સમયે ભાજપમાં જોડાવવાની વાત પણ સામાન્યતા જરા અજુગતી […]

Top Stories Gujarat

લોકસભા ચૂંટણી સમયે અચાનક કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામુંં આપતા અનેક અટકળો સાથે સવાલો પણ ઉભા થઇ રહ્યા હતા. ગુજરાતમાં મતદાન પૂર્ણ થઇ ચૂક્યું હતું અને આવા સમયે અલ્પેશ ઠાકોરે કોઇ કારણ વગર કોંગ્રેસમાંથી રજીનામું આપી દેતા લોકો ગણીત શું તેવી ચર્ચા કરી રહ્યા હતા. આવા સમયે ભાજપમાં જોડાવવાની વાત પણ સામાન્યતા જરા અજુગતી લાગી રહી હતી. ત્યારે હાલ ગુજરાતનાં રાજકારણની ગરમાહટ જોતા અંદાજ લાગી રહ્યા છે કે તે તો ભાજપની રાજ્યસભાની ચૂંટણીની તૈયારી હતી.

કોંગ્રેસનો હાથ છોડી અલ્પેશ ઠાકોર ભાજપમાં જવા માટે ઉત્સુક છે જ અને આનો ફયદો પણ ભાજપ લેશે તે વાત પણ પાકી છે. તો અલ્પેશ ઠાકોરને પણ મોટો રાજકીય ફાયદો મળશે. ત્યારે તમામ શક્યતાઓ વચ્ચે અલ્પેશ ઠાકોરે સોમવારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની સાથે બંધ બારણે મેરોથોન બેઠક યોજી હતી.  બેઠકમાં કોંગ્રેસનાં બાયડનાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પર હાજર રહ્યા હતા.અલ્પેશ ઠાકોરે ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે અઠધો કલાક જેટલી લાંબી બેઠક કરી હતી.

અલ્પેશ ઠાકોરે નીતિન પટેલ સાથે બેઠક યોજ્યા બાદ એક રાજકીય ઉત્તેજનાથી ભરેલુંં નિવેેેદન કરતા ફરી ગુજરાતનાં રાજકારણમાં ઉફાણો આવી ગયો છે. અલ્પેશ ઠાકોર દ્રારા જણાવવામાં આવ્યું છે કે હજુ પણ કોંગ્રેસમાં 15થી 20 ધારાસભ્યોમાં અસંતોષ છે. અને અસંતુષ્ઠ ધારાસભ્યો ભાજપમાં જોડાઇ શકે છે.

હંમેશા સંકટ મોચનની ભૂમીકામાં જોવા મળતા ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ સાથે અલ્પેશ ઠાકોરની મુલાકાત અને ત્યાર બાદ આવા નિવેદનોથી એ વાત તો સ્પષ્ટ થાય છે કે ભાજપે ગુજરાતમાં ખાલી થયેલી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીની તૈૈયારી ન ફક્ત શરૂ કરી દીધી છે. પરંતુ બનેં બેઠકો જાળવી રાખવાની પણ ભર પૂર તૈયારી શરૂ કરી દીધી છે.

આપને જણાવી દઇએ કે ગુજરાતનાં બે રાજ્યસભાનાં સાંસદો અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભામાં અનુક્રમે ગાંધીનગર અને અમેઠી બેઠકો પર જીત હાંસલ કરતા બે બેઠકો ખાલી થઇ છે અને ભાજપમાં પક્ષ પલટા પછી હાલનું સંખ્યાબળ 103 થાય છે. તો સામે 4 ધારાસભ્યો લોકસભામાં જીત મેળવતા તે 99 પર પોંચી જશે. તો કોંગ્રેસ પાસે હાલ બાકી રહેલા ઘારાસભ્યો 72 છે અને 3 ધારાસભ્યો અન્ય સાથી પક્ષ બીપીટી અને એનસીપીનાં છે ત્યારે ભાજપે ખાલી કરેલી બે રાજ્યસભામાંથી આ બળસંખ્યા જોતા એક બેઠક ખોવી પડે. આવું થતું અટકાવવા માટે ભાજપે કોંગ્રેસનાં ઓછામાં ઓછા 11 ધારાસભ્યો ખેડવવા પડે.

આમ રાજ્યસભાની બે બેઠકોને લઇને ગુજરાતમાં રાજકીય ગતિવિધી વધું તેજ બની છે ત્યારે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. શું ખરેખર કોંગ્રેસથી અટલી મોટી સંખ્યામાં ધારાસભ્યો નારાજ છે? જો આટલા ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં આવી જાય તો રાજકીય ચિત્ર કેવું હશે? આ ધારાસભ્યો કોણ છે? ધારાસભ્યોને આવું કરવાનો રાજકીય ફાયદો શુંં? આ ગોઠવણ કરવીની કે પાર પાડવથી અલ્પેશ ઠાકોરને શુંં થશે ફાયદો ?

સવાલોનાં જવાબોતો સાપડશે જ અત્યારે નહીં તો આવનારા સમયમાં પરંતુ હાલની રાજકીય સળવડાટ જોતા આવું લાગી રહ્યું છે કે ભાજપે રાજ્યસભાનો જંગ જીતવા તમામ શક્ય કસરતો હાલથી જ આદરી દીધી છે.