IND vs SA/ પુજારા શું મેદાનમાં પિચ જોવા જ આવ્યા હતા? ફ્લોપ શો યથાવત, શૂન્ય પર આઉટ થઇ પેવેલિયન પરત

સેન્ચુરિયન મેદાન પર દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે બોક્સિંગ-ડે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

Sports
પુજારા ફ્લોપ શો

સેન્ચુરિયન મેદાન પર દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે બોક્સિંગ-ડે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલની ઓપનિંગ જોડીએ ટીમને સારી શરૂઆત અપાવી હતી અને પ્રથમ સેશનમાં એક પણ વિકેટ પડવા દીધી નહોતી. જે પછી મયંક અગ્રવાલે બીજા સત્રની શરૂઆત સાથે તેની અડધી સદી પૂરી કરી, પરંતુ તે પછી તેને 60નાં વ્યક્તિગત સ્કોર પર લુંગી એન્ગિડીએ LBW કરી પેવેલિયન પરત મોકલ્યો હતો. ભારતીય ટીમે 117નાં સ્કોર પર પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી, જેને દક્ષિણ આફ્રિકાની સ્થિતિમાં ખૂબ જ સારી શરૂઆત કહી શકાય.

આ પણ વાંચો – Shocking / ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ખેલાડી યુવરાજ સિંહનું બેટ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું

આપને જણાવી દઇએ કે, વર્ષની અંતિમ ટેસ્ટ મેચની આજથી એટલે કે 26 ડિસેમ્બરથી શરૂઆત થઇ, જેમા ટીમ ઈન્ડિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે છે. આ પહેલી ટેસ્ટ મેચનો પહેલો દિવસ ભારતનાં નામે રહ્યો હતો. આજે ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. જે તેના માટે યોગ્ય નિર્ણય સાબિત થયો હતો. ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડીએ આજે 11 વર્ષ બાદ એક ખાસ રેકોર્ડ તોડી દક્ષિણ આફ્રિકાને મેચમાં ભારતની પકડનો અનુભવ કરાવ્યો હતો. ભારત તરફથી ઓપનિંગ જોડી કે એલ રાહુલ અને મયંત અગ્રવાલે શાનદાર શરૂઆત કરી હતી. જો કે મયંક અગ્રવાલનાં આઉટ થયા બાદ પુજારા ક્રિસ પર આવ્યો હતો. નંબર-3 પર બેટિંગ કરવા ઉતરેલા ચેતેશ્વર પુજારા પહેલા જ બોલ પર આઉટ થતા પેવેલિયન પરત ફર્યો હતો. જેના કારણે ચાહકો સૌથી વધુ નિરાશ થયા હતા કારણ કે પુજારાનાં ફોર્મને લઈને ઘણા સમયથી સવાલો ઉભા થઈ રહ્યા છે, ત્યારબાદ ફરી એકવાર તેના શૂન્ય પર આઉટ થતા ટીકાઓનો દોર શરૂ થઈ ગયો છે. લુંગી એન્ગિડીની તે બોલ પર, પુજારાએ રક્ષણાત્મક રીતે રમવાનો પ્રયત્ન કર્યો પરંતુ બોલ તેના બેટની અંદરની કિનારી લઈને શોર્ટ લેગ પર ઉભેલા કીગન પીટરસનનાં હાથમાં ગયો. જેના કારણે તે ગોલ્ડન ડક પર જ પેવેલિયન પરત ફર્યો હતો.

આ પણ વાંચો – Cricket / હરભજન સિંહનો મોટો ખુલાસો, કહ્યુ- ટીમથી બહાર કરવામાં આવ્યો, કારણ પૂછ્યું તો કોઇએ ન જણાવ્યું

પુજારાનાં આઉટ થયા બાદ ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે પુજારાની આકરી ટીકા કરતા તેને ટ્રોલ કર્યો હતો. પુજારા લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. તેણે તેની છેલ્લી સદી વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયા સામે ફટકારી હતી. પુજારાએ વર્ષ 2021માં 14 મેચમાં 686 રન બનાવ્યા છે. આ દરમ્યાન તેણે 6 ફિફ્ટી ફટકારી છે. પરંતુ તેની એવરેજ માત્ર 28.58 છે. જણાવી દઇએ કે, આ પહેલા ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

યુઝર્સે પુજારાને આ રીતે ટ્રોલ કરવાનું શરૂ કર્યુ…