આક્ષેપ/ અંદરો-અંદર રમત રમી રહ્યા છે દીદી અને મોદીઃઅધીર રંજન ચૌધરી

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું, ‘શંકા છે કે હવે દીદી અને મોદી વચ્ચે ગુપ્ત કરાર થયો છે, તેમણે મોદીની સામે માથું નમાવ્યું છે જેથી તેઓ તેમની પાર્ટીના નેતાઓને સીબીઆઇ અને ઇડીથી બચાવી શકે

Top Stories

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે સમજૂતી થઈ છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે પીએમ મોદી અને મમતા બેનર્જી ‘આપટીયા ખેલ’ રમી રહ્યા છે. એટલું જ નહીં, પશ્ચિમ બંગાળના સીએમ અને દેશના પીએમ પર આક્ષેપ કરતા કોંગ્રેસના નેતાએ કહ્યું કે મમતા બેનર્જીએ પીએમ સામે માથું નમાવ્યું છે જેથી તે પોતાની પાર્ટીના નેતાઓને તપાસ એજન્સીઓથી બચાવી શકે.

સુત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું, ‘શંકા છે કે હવે દીદી અને મોદી વચ્ચે ગુપ્ત કરાર થયો છે. તેમણે મોદીની સામે માથું નમાવ્યું છે જેથી તેઓ તેમની પાર્ટીના નેતાઓને સીબીઆઇ અને ઇડીથી બચાવી શકે જો કે તેના માટે કેટલાક સમાધાન કરવા પડશે. ‘ અધીર રંજન ચૌધરીએ વધુમાં કહ્યું કે પીએમ મોદી અને મમતા બેનર્જી ‘અંદરો અંદર રમત’ રમી રહ્યા છે.

લખીમપુર ખીરીની ઘટનાનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના નેતાએ પ્રિયંકા ગાંધીની અટકાયતની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે પ્રિયંકા ગાંધી લખીમપુર ખેરી ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મળવા માંગતી હતી. “હું હજી પણ માનું છું કે રાજકારણમાં કેટલાક રાજકીય શિષ્ટાચાર હોવા જોઈએ. પરંતુ તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે પ્રિયંકા ગાંધી અંગે મમતા બેનર્જી તરફથી એક પણ નિવેદન આવ્યું નથી.અમારા મુખ્યમંત્રી એક મહિલા છે અને પ્રિયંકા ગાંધી પર તેમનું મૌન વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ઘણું બધું બોલે છે.

જ્યારે અધીર રંજન ચૌધરીને પૂછવામાં આવ્યું કે તેમણે ભવાનીપુર પેટા ચૂંટણીમાં કોઈને ટિકિટ કેમ નથી આપી? આ માટે તેમણે કહ્યું કે તે રાજકીય શિષ્ટાચાર હતો અને અમે તેમની પાસેથી પણ એવી જ અપેક્ષા રાખીએ છીએ.