closed/ બાલાસિનોરનું ડાયનાસોર પાર્ક 30 એપ્રિલ સુધી બંધ

દેશ-વિદેશથી રીસર્ચ કરતા વૈજ્ઞનાનિકો પણ અહીં આવે છે

Gujarat
daynasor બાલાસિનોરનું ડાયનાસોર પાર્ક 30 એપ્રિલ સુધી બંધ

રાજ્યમાં કોરોનાની સ્થિતિ વધુ ભયંકર બની રહી છે. પ્રતિદિન કોરોના સંક્રણણના કેસો વધી રહ્યાં છે. અને દરેક જિલ્લાની સરકારી સહિત ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીઓથી ભરેલી છે. કોરોનાના લીધે બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામમાં આવેલા ડાયનાસોર પાર્ક અને મ્યુઝીયમને આગામી 18 દિવસ બંધ રાખવાનો આદેશ મામલતદારે આપ્યો છે.

કોરોના સંક્રમણ કેસો વધી રહ્યા છે તેના માટે અગમચેતી પગલાં રૂપે ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝીયમ 30 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવશે. પાર્કમાં લોકોની ભીડ એકત્રિત ના થાય તેના માટે બંધ કરવાનો આદેશ બાલાસિનોર મામલતદારે આપ્યો છે. કોરોના કેસો બાલાસિનોરમાં પણ વધી રહ્યા છે તેને રાકવા માટે વહીવટી તંત્ર પગલાં લઇ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામમાં આવેલુ ડાયનાસોર પાર્ક અને મ્યુઝિયમ માત્ર રાજ્ય પુરતુ જ નહીં પરંતુ દેશમાં અને વિશ્વમાં પણ જાણીંતુ છે. દેશ-વિદેશથી રીસર્ચ કરતા વૈજ્ઞનાનિકો પણ અહીં આવે છે. પરંતુ વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.