Not Set/ આજથી દિલ્હી-ટોરન્ટો વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરાઈ

કેનેડાએ પ્રતિબંધિત દેશોની યાદીમાંથી ભારતને દૂર કરતાં એર કેનેડાએ નવી માર્ગરેખાના અમલ સાથે દિલ્હી અને ટોરન્ટો વચ્ચેની સીધી નોનસ્ટોપ ફ્લાઇટ શરૃ કરવાનો નિર્ણય કર્યો છે

India
Untitled 260 આજથી દિલ્હી-ટોરન્ટો વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરાઈ

  સમગ્ર દેશ માં કોરોનાની બીજી લહેર ઘાતકી જોવા મળી હતી . જેમાં લાખો લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા હતા . ત્યારે અમુક દેશોમાં તો  પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો . જે બાદ હવે કેસો ઘટતા   ભારતમાંથી ડાયરેક્ટ આવતાં વિમાનો ઉપરનો પ્રતિબંધ હટાવી લેતાં ચાર મહિના બાદ દિલ્હી અને ટોરન્ટો વચ્ચે આજ થી વિમાન સેવાનો આરંભ થઇ છે. . કેનેડાની સૌથી મોટી એરલાઇન એર કેનેડા આજ થી ભારતમાં વિમાન સેવાનો આરંભ કર્યો છે .

આ પણ વાંચો :ચોટીલા આરોગ્યકર્મીઓ દ્વારા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

કેનેડાએ પ્રતિબંધિત દેશોની યાદીમાંથી ભારતને દૂર કરતાં એર કેનેડાએ નવી માર્ગરેખાના અમલ સાથે દિલ્હી અને ટોરન્ટો વચ્ચેની સીધી નોનસ્ટોપ ફ્લાઇટ શરૃ કરવાનો નિર્ણય કર્યો છે. ડબ્લ્યૂએચઓ દ્વારા મંજૂર કરવામાં આવેલી વેક્સિન લીધેલા પ્રવાસીઓએ ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ર્ટિમનલ-૩ ખાતે આવેલ લોંજ અને કોવિડ-૧૯ ટેસ્ટિંગ સેન્ટરમાંથી ડિપાર્ચરના 18 કલાકની અંદરના સમયમાં રેપિડ પીસીઆર ટેસ્ટ કરાવેલો હોવો જરૃરી છે, ભારતમાં કોઇપણ અન્ય સ્થળની ક્લિનિકમાં કરાવવામાં આવેલા ટેસ્ટને માન્ય ગણાશે નહીં.

આ પણ વાંચો ; વરસાદને કારણે ભોગાવા નદીમાં પાણી આવતા સૌકા-લીંબડી વચ્ચેનો પુલ ધોવાયો

અગાઉ કેનેડા ભારતમાંથી આવતા પ્રવાસીઓ પાસેથી કેનેડામાં પ્રવેશ માટે થર્ડ કન્ટ્રીમાં કરાવવામાં આવેલ નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ માંગતું હતું. આ જરૃરિયાતને હવે પડતી મૂકવામાં આવી છે. એર કેનેડાએ જણાવ્યું હતું કે જે પેસેન્જર્સ પાસે પોઝિટિવ આરટી-પીસીઆર ટેસ્ટ ર્સિટફિકેટ હશે તે લોકો પણ પ્રવાસ કરી શકશે, જો કે તેના માટેની શરત એ છે કે આ રિપોર્ટ પ્રવાસીની યાત્રાના 14થી 180 દિવસથી વધારે જૂનો ના હોવો જોઈએ.

આ પણ  વાંચો :અમેરિકા માટે રવાના થયા પીએમ મોદી, 24 સપ્ટેમ્બરે થનારી રાષ્ટ્રપતિ બિડેન સાથેની મુલાકાત પર દુનિયાની રહેશે નજર