Not Set/ ભાવનગરમાં ડિસ્કો રોડ, ખરાબ રોડથી વાહનચાલકો થયા પરેશાન

બે વર્ષ બાદ પણ આ રોડ અધુરો રહેતા વાહન ચાલકોને વારંવાર  મુશ્કેલી ભોગવી પડી રહી છે.

Gujarat
IMG 20210731 WA0020 ભાવનગરમાં ડિસ્કો રોડ, ખરાબ રોડથી વાહનચાલકો થયા પરેશાન

 

@ અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યુઝ.

મેગા ડિમોલેશન કરી લોકોના ઘર પડી દીધા બાદ બે વર્ષનો સમય વીતવા છતાં રોડ અધૂરો,

 

સ્થળ પર રોડ અધૂરો મનપા ચોપડે રોડ પૂરો થઇ ગયો, માત્ર ડિવાઈડર જ બાકી

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા રોડ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પૂરો થઇ ગયો હોવાનું જણાવી રહ્યા છે. જયારે સર્કલ થી ગઢેચી ફાટક સુધીનો રોડ અધુરો છે. બે વર્ષ પહેલા મેગા ડીમોલેશન કરી લોકોને ઘર વિહોણા કર્યા અને બાદમાં રોડનું કામ શરુ કરાયું પણ અધૂરું મૂકી દેવાયું. અને અધૂરા રોડને લીધે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ઉભો થયો છે. ત્યારે આંખે પાટા બાંધ્ય હોય તેમ અધિકારીઓ અને પદાધિકારીઓને અધુરો રોડ દેખાતો નથી અને લોકોને પૂરો રોડ જોવા મળતો નથી.

IMG 20210731 WA0018 ભાવનગરમાં ડિસ્કો રોડ, ખરાબ રોડથી વાહનચાલકો થયા પરેશાન

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા સર્કલ થી ગઢેચી ફાટક તરફ જતા રોડ પર મહાનગર પાલિકા દ્વાર મેગા ડીમોલીશન હાથ ધરી રોડ બનાવવા રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. અને આ રોડ પર વસતા ૫૦ જેટલા પરિવારનો આશરો મહાનગર પાલિકા દ્વારા છીનવી અને ઘર વિહોણા કરી દેવાયા હતા. પરંતુ બે વર્ષ જેવો સમયગાળો વીતવા છતાં સર્કલ થી ગઢેચી તરફ જવાનો રોડ હજુ સુધી અધુરો જ પડ્યો છે. આ રોડને સેન્ટ્રલ ડીવાઈડર સાથે ફોર લાઈન બનાવવા માટે મેગા ડીમોલીશન કરી અને રોડ ખુલ્લો કરી દેવાયો હતો. ત્યારે બે વર્ષ બાદ પણ આ રોડ અધુરો રહેતા વાહન ચાલકોને વારંવાર  મુશ્કેલી ભોગવી પડી રહી છે. મોટા વાહનો ચાલતા હોય ત્યાં સુધી નાના વાહનોને ચાલવામાં પરેશાની થાય છે. આ અંગે સ્થાનિક લોકો દ્વારા અનેક વાર રજૂઆત કરવામાં આવી છે. છત્તા રોડ પૂરો કરવા અંગે મહાનગર પાલિકા ઉદાસીનતા દાખવી રહી છે. સાથે આ જ રોડને જોડતો મોટી તળાવ રોડ માત્ર ટૂંકા સમયગાળામાં બિસ્માર બન્યો અને હાલ ચાલી રહેલી ચોમાંરાની સીઝનમાં તો નવા રોડ પર ગોઠણ સમા પાણી ભરાય છે અને જે ૧૫ દિવસ સુધી દુર નથી થતા તેમ છતાં મહાનગરપાલિકાના બે વિભાગના અભાવને કારણે લોકો અને વાહનચાલકોને મુશકેલી પડી રહી છે.

IMG 20210731 WA0017 ભાવનગરમાં ડિસ્કો રોડ, ખરાબ રોડથી વાહનચાલકો થયા પરેશાન

કુંભારવાડા સર્કલ થી ગઢેચી સુધીના રોડ અંગે મહાનગરપાલિકામાં મેયર કીર્તિબેન દ્વારા જણાવ્યું હતું કે અધિકારી પાસે થી માહિતી મળી તે મુજબ આ રોડ તો પૂરો થઇ ગયો છે. માત્ર ડીવાઈડર બની જાય પછી રોડ પૂરો દેખાશે. પરંતુ મેયર દ્વારા સ્થળ વિઝીટ કર્યા વગર અધિકારી સાથે વાત કરી રોડ પૂરો થઇ ગયો હોવાનું જણાવી દેવાયું જયારે હકીકતમાં રોડ ૭૦ ટકા જેટલો બન્યો છે. જયારે કેમેરા સામે દ્રશ્યો જોવા મળતા હતા તે મુજબ રોડ હજુ અધુરો છે, અને જયારે વાત રહી મોટી તળાવ રોડની તો બે વર્ષ બાદ મેયર દ્વારા અધીઉકારીને સુચના આપી અને હવે ત્યાં સ્ટોમ લાઈન નાખવા કે પછી અન્ય કામગીરી કરવા સુચના આપી હોવાનું જણાવ્યું….એટલે કે જાણે અધિકારી અને પદાધિકારીઓ વચ્ચે તાલમેલ હોય તેમ બંને એક બીજાની વાત માં સહમત થઇ અને લોકોની સુવિધાને બદલે દુવિધામાં વધારો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

IMG 20210731 WA0019 ભાવનગરમાં ડિસ્કો રોડ, ખરાબ રોડથી વાહનચાલકો થયા પરેશાન

તો કોંગ્રેસના શહેર પ્રમુખ પ્રકાશ વાઘાની દ્વારા જણાવ્યું કે કુંભારવાડામાં જે પ્રકારે ડીમોલીશન કરી લોકોના ઘર તોડી અને ઘર વિહોણા કરી દીધા છતાં મનપાના સત્તાધીશ પદાધિકારીઓ , અધિકારીઓ અને કોન્ટ્રાક્ટ વચ્ચે કોઈ મિલીભગત હોય તેમ આજ સુધીમાં ન બન્યો હોય તેવો રોડ બનાવવામાં આવ્યો છે. સર્કલ પાસે પૂરો રોડ આગળ જતા સિંગલ લાઈન અને પાછો પહોળો રોડ છતાં ભાજપના પદાધિકારીઓ કે અધિકારીઓ રોડ જોવાની તસ્દી લીધી નથી અને લોકોને ઘર વિહોણા કરી અને ડીમોલિશન તો કર્યું પણ બદનસીબી એવી કે રોડ તો થયો જ નહિ. મહાનગરપાલિકા પદાધિકારીઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટ વચ્ચે સાઠગાથ હોવાનો આ રોડ એક ઉત્તમ નમુનો છે. જયારે મોતીતળાવ રોડ તો સામાન્ય વરસાદ આવે ત્યારે પાણીમાં દર્કાવ થઇ જાય છે. લોકોને પાણી માંથી પસાર થવું પડે છે. ૧૫ દિવસ સુધી પાણી સુકાતું નથી અને રોગચાળાનો પણ ભય રહે છે. ત્યારે આવા ભ્રષ્ટાચાર બંધ કરી શહેરનો વિકાસ થાય તેવા કામો કરવા જોઈએ ન કે લોકોને મુશ્કેલી પડે અને હેરાન કરવા જેવા કામો કરાય.

ભાવનગરમાં મનપા વિકાસના નામે અનેક કામો કરી રહ્યું છે. પણ જયારે વિકાસના કામ કરવાના હોય ત્યારે આયોજનના અભાવ હોય તેમ રોડ સહીતના કામ શરુ કરે તો અધૂરા મુકે અને જો પુરા કરે તો તેમાં કોઈ સમસ્યા ઉભી થાય ત્યારે શું મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે દાવા કરી રહ્યું છે કે ભાવનગરનો વિકાસ થઇ રહ્યો છે ત્યારે લોકો મનપાના પદાધિકારીઓને કુંભારવાડાના રોડ મુદ્દે પૂછી રહ્યા છે કે આ વિકાસ છે કે પછી ભ્રષ્ટાચાર……