બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ અને અભિનેત્રી દિશા પાટની હંમેશાં તેમના સંબંધોને કારણે ચર્ચામાં રહે છે. બંનેને ઘણી વાર ડિનર ડેટ્સ, ડ્રાઈવ અને પાર્ટીઝમાં સાથે જોવામાં મળે છે. તાજેતરમાં ટાઇગર શ્રોફ અને દિશા પાટની મુંબઇની ગલીઓમાં ફરતા જોવા મળ્યાં હતાં. આ દરમિયાન મુંબઈ પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવતા બંને ચર્ચામાં આવ્યા હતા.
એક અહેવાલ અનુસાર, દિશા પાટની અને ટાઇગર શ્રોફ મંગળવારે સાંજે જીમમાંથી પરત ફરી રહ્યા હતા. તે જ સમયે, તે બંને મુંબઈના બાંદ્રા સ્થિત બેન્ડસ્ટેન્ડની આસપાસ ફરતા હતા. જ્યારે તે બંને અહીં પોતાનો બીજો રાઉન્ડ લગાવી રહ્યા હતા ત્યારે અચાનક મુંબઈ પોલીસે તેમની કાર રોકી. આ દરમિયાન ટાઇગર કારની પાછળના ભાગમાં બેઠો હતો, જ્યારે દિશા પાટની આગળ બેઠેલી હતી.

આ પણ વાંચો :સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં NCBની મોટી કાર્યવાહી, હરીશ ખાનની કરી ધરપકડ
સમાચારો અનુસાર, આ દરમિયાન પોલીસે આ બંનેના આધારકાર્ડની તપાસ કરી હતી અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ તેમને મુક્ત કર્યા હતા. કોરોના વાયરસને કારણે લાદવામાં આવેલા કર્ફ્યુને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો :બોલીવુડમાં એન્ટ્રી પહેલા જ વિજય દેવરકોંડા પર લાગ્યો મોટો આરોપ, ફિલ્મમેકરે એક્ટરને ગણાવ્યો અનપ્રોફેશનલ

આપને જણાવી દઈએ કે ટાઇગર શ્રોફ અને દિશા પાટની ‘બાગી 2’ અને ‘બાગી 3’ ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો, દિશા તાજેતરમાં સલમાન ખાનના રાધેમાં જોવા મળી હતી. આ સિવાય દિશા ટૂંક સમયમાં ફિલ્મ ‘એક વિલેન રીટર્ન્સ’ માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા જ્હોન અબ્રાહમ, અર્જુન કપૂર અને અભિનેત્રી તારા સુતરિયા મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2014 માં આવેલી મોહિત સુરીની એક્શન થ્રિલર ફિલ્મ ‘એક વિલન’ની સિક્વલ છે. પ્રખ્યાત ડાયરેક્ટ એકતા કપૂર નિર્માતા આનું દિગ્દર્શન મોહિત સુરી કરી રહ્યા છે.
આ પણ વાંચો :ટોપલેસ થઈ પ્રિયા પ્રકાશ વારિયર, તસવીર જોઈને ફેન્સ બોલ્યા, “કોઈ તો રોક લો “

