Bollywood/ પિંક બિકિનીમાં દિશા પાટનીનો હોટ અંદાજ જોવા મળ્યો, ફેન્સ બોલ્યા- આ તો જલપરી છે

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પાટની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર-નવાર પોતાની હોટ અને ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. ફેન્સને દિશાની હોટ સ્ટાઈલ ખૂબ પસંદ આવી રહી છે. 

Entertainment
દિશા પાટની

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પાટની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર-નવાર પોતાની હોટ અને ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. ફેન્સને દિશાની હોટ સ્ટાઈલ ખૂબ પસંદ આવી રહી છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – સાવધાન! / સતત વધતા કોરોનાનાં કેસે આપ્યો પ્રતિબંધને આવકારો, હેર સલૂન અને બ્યૂટી પાર્લર માટે જાહેર નવી ગાઈડલાઈન

આપને જણાવી દઇએ કે, બોલિવૂડ એક્ટ્રેસ દિશા પાટનીનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દિશાએ દરિયામાં સ્વિમિંગ કરતી તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. દિશા પાટની પિંક બિકીનીમાં સ્વિમિંગની મજા લેતી જોવા મળી રહી છે. તસવીરોમાં દિશા પાટની ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. કોમેન્ટ બોક્સમાં તેના ચાહકો તેની પ્રશંસા કરી રહ્યા છે.

Instagram will load in the frontend.

ઘણા યુઝર્સે ફાયર અને હાર્ટ ઇમોજી બનાવીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક યુઝરે તેને કોમેન્ટ સેક્શનમાં જલપરી કહી છે, જ્યારે અન્ય ફેને તેને સુંદરતાની રાણી કહી છે. દિશા પાટનીની આ તસવીરો ચાહકોનાં દિલ છીનવી લેવા માટે પૂરતી છે. તેના વર્ક ફ્રન્ટ સિવાય, દિશા પાટની તેના અંગત જીવન માટે પણ હેડલાઇન્સમાં રહે છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – TELLYWOOD NEWS / લોકપ્રિય શો અનુપમામાં જાણો કેવો રીતે મળ્યો રૂપાલી ગાંગુલીને અનુપમાનો મુખ્ય રોલ

દિશા પાટની જેકી શ્રોફનાં દિકરા અને એક્ટર ટાઈગર શ્રોફને લાંબા સમયથી ડેટ કરી રહી છે. બન્ને કલાકારો ફિટનેસ ફ્રીક છે. જ્યાં ટાઈગર શ્રોફ તેના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ કરતો નથી, તો દિશા પાટની પણ સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સભાન છે. બન્ને કલાકારો માર્શલ આર્ટનાં શોખીન છે અને કામનાં મોરચે સતત આગળ વધી રહ્યા છે.

Instagram will load in the frontend.

દિશા પાટનીની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ‘KTina’ અને ‘એક વિલન રિટર્ન્સ’માં કામ કરતી જોવા મળશે. આ સિવાય તેની આગામી ફિલ્મ ‘યોદ્ધા’ની પણ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ત્રણેય ફિલ્મોનું શૂટિંગ અત્યારે ચાલી રહ્યું છે અને માનવામાં આવે છે કે વર્ષ 2022માં આ ફિલ્મો દર્શકો જોઈ શકશે.