અમદાવાદ/ સ્કુલ સ્ટેશનરી સાથે સંકળાયેલા વેપારીઓની વ્યથા, બજારનો માહોલ બદલાઈ રહ્યો છે ‘ઘરાકી ઘટી’

અમદાવાદની અનેક શાળાઓમાં આ સપ્તાહથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે. શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે સ્ટેશરી અને સ્કુલ યુનિફોર્મ રાખતા વેપારીઓને ત્યાં ભીડ જોવા મળે છે.

Top Stories Gujarat
Beginners guide to 2024 06 16T130357.515 સ્કુલ સ્ટેશનરી સાથે સંકળાયેલા વેપારીઓની વ્યથા, બજારનો માહોલ બદલાઈ રહ્યો છે 'ઘરાકી ઘટી'

Ahmedabad News : અમદાવાદની અનેક શાળાઓમાં આ સપ્તાહથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે. શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે સ્કુલ સ્ટેશનરી સાથે સંકળાયેલ વેપારીઓને ત્યાં ભીડ જોવા મળે છે. શાળાઓ શરૂ થતા ચોપડીઓ, યુનિફોર્મ અને બુટ લેવા માટે ગાંધીરોડ પર આ સમયમાં ભરચક ભીડ જોવા મળતી હોય છે. જો કે આ વખતે ચિત્ર અલગ હોવાની વેપારીઓ ફરિયાદ કરી છે. સ્કુલ સ્ટેશનરી, શાળાના યુનિફોર્મ અને બુટનું વેચાણ કરનારા વેપારીઓની ફરીયાદ છે કે આ વખતે બજારનો માહોલ અલગ છે. બજારમાં આવખતે અગાઉના વર્ષો કરતા ઘણી ઓછી ઘરાકી જોવા મળી છે.

શહેરનો ગાંધીપુલ વિવિધ પ્રકારના પુસ્તકોના વેચાણ માટે વધુ જાણીતો છે. ત્યાંના વેપારીઓનું કહેવું છે કે શહેરમાં ભલે ગરમીએ માઝા મૂકી હોય પરંતુ તેમના માર્કેટમાં તો અત્યારે મંદી દેખાય છે. એક વેપારીએ કહ્યું કે હવે ગાંધીપુલ પર પહેલા જેવી ભીડ નથી. લોકોમાં વાંચનનો શોખ ઘટ્યો હોય તેમજ શાળાના અભ્યાસક્રમના પુસ્તકોમાં વિવિધ શાળાઓ તરફથી ચોક્કસ વેપારીઓનો આગ્રહ રાખતા ગાંધીપુલ પર ઘરાકી ઘટી છે. ગ્રાહકો ઘટવાનું કારણ આપતાં કહ્યું કે વસ્તુઓ પર જીએસટી ટેક્સ લાદવાના લીધે લોકો હવે જરૂરિયાત પૂરતી જ ખરીદી કરે છે. સ્કૂલ સૂઝના ભાવમાં આ વખતે 30થી 40 ટકાનો વધારો થયો છે. પરંતુ સ્કૂલ શૂઝમાં 12 ટકા જીએસટી લાગતો હોવાથી લોકો ઓનલાઈન ખરીદી કરવા લાગ્યા છે. ઓનલાઈન ખરીદીમાં લોકોને ઓછા પૈસા તેમજ કોઈ રીફંડ મળતું હોવાથી છૂટક વેપારીઓ જોડેથી વસ્તુઓ લેવાનું ટાળવા લાગ્યા છે. પહેલા વાલીઓ શૂઝની બે જોડી ખરીદતા હતા પરંતુ અત્યારે વસ્તુઓ કાયમ ઉપલબ્ધ રહેતા એક જોડીની જ ખરીદી કરે છે.

વેચાણમાં થયો ઘટાડો

વેપારીઓનું કહેવું છે કે સ્કુલ સૂઝ ઉપરાંત સ્કુલ યુનિફોર્મના વેચાણમાં પણ જોઈએ તેવી ઘરાકી નથી મળી રહી. સ્કુલ યુનિફોર્મ નિશ્ચિત વેપારીઓને ત્યાં જ ઉપલબ્ધ હોય છે. સામાન્ય રીતે એક સ્કુલ યુનિફોર્મના 600 થી 800 રૂપિયા હોય છે. સ્કુલ યુનિફોર્મના કાપડમાં લેબર ખર્ચ દર વર્ષે વધે છે, જીએસટી લાદવાના કારણે કાપડ મોંઘુ થયુ છે દરવર્ષે વાલીઓ સ્કુલ યુનિફોર્મની ત્રણ જોડીઓ લેતા હોય છે. જો કે છેલ્લા કેટલાક સમયમાં યુનિફોર્મ વધુ મોંઘા બનતા હવે વાલીઓ ફક્ત બે યુનિફોર્મ લેવાનું જ પસંદ કરે છે. જ્યારે ધોરણ -10થી ધોરણ-12ના વિદ્યાર્થીઓના વાલીઓ તેમના બાળકો માટે ફક્ત એક જ યુનિફોર્મ લેવાનું પસંદ કરે છે. કારણ કે એવી ઘણી શાળાઓ છે જ્યાં ધોરણ 11 અને 12માં વિદ્યાર્થીઓ શાળાએ વધુ જતા નથી. ખાસ કરીને સાયન્સમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ ડમી સ્કુલ રાખવા લાગ્યા હોવાથી એક યુનિફોર્મ બંને વર્ષ ચલાવે છે.

સ્કુલ યુનિફોર્મ પણ હવે ઓનલાઈન પ્લેટફોર્મ પર મળવા લાગ્યો છે જે પહેલા કોઈ નિશ્ચિત દુકાન પર મળતો હતો. હવે મોટાભાગની શાળાઓ ચોપડીઓથી લઈને સ્કુલ યુનિફોર્મ અને સ્કુલ શૂઝ સહિતની વસ્તુઓ આપતી હોવાથી શહેરના ગાંધી પુલ ઉપરાંત શિક્ષણજગત સાથે સંકળાયેલ વસ્તુઓનું વેચાણ કરનાર શહેરના અન્ય વેપારીઓ અત્યારે ઓછી ઘરાકીનો સામનો કરી રહ્યા છે. વેપારીઓએ પોાતની વ્યથા ઠાલવતા કહ્યું કે શાળાઓ પોતે જ વેચાણ શરૂકરવા તેમજ ઓનલાઈન પ્લેટફોર્મ અને જીએસટીના કારણે તેમના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે શેરડીના ટેકાનાં ભાવ વધારવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ બે અધિકારીઓની ધરપકડ

આ પણ વાંચો: ગુજરાતમાં 18 હોટલ અને રિસોર્ટમાં GST અને ITનાં દરોડા

આ પણ વાંચો: ગુજરાતમાં પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી