Ahmedabad News: પ્રજાના રૂપિયાની દિવાળી કેવી રીતે કરાય તે તો કોઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પાસેથી જ શીખે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને રિવરફ્રન્ટના વિસ્થાપિત લોકો માટે વટવામાં રૂ. 180 કરોડના ખર્ચે 500 EWS મકાનો (ગરીબ આવાસ યોજનાના મકાનો) બનાવ્યા હતા. જો કે હવે આ બિલ્ડીંગ કોઈને ફાળવાય તે પહેલા તોડી પાડવામાં આવશે. આ માટે કોઈ જવાબદાર નથી. આમ આશ્ચર્યની વાત એ છે કે લોકોના 180 કરોડ રૂપિયાનું પાણી કરાયું તો પણ જવાબદારી કોઈને નહીં. આ સિવાય આ તોડવાનો ખર્ચો થશે તે જુદો. રીતસરની અમદાવાદના હાટકેશ્વર બ્રિજ જેવી જ આ વાત છે.
સ્ટેન્ડિંગ કમિટીમાં આવાસની જગ્યાએ પમ્પિંગ સ્ટેશન કે એસટીપી બનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. વટવા રેલ્વે ક્રોસીંગ પાસે બનેલ માળીયા EWS આવાસ યોજનાના ચાર મકાનો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા હતા. અહીં કોઈ રહેવા આવે તે પહેલા જ નશામાં ધૂત લોકોએ દરવાજા, બારીઓ, બીમ-કૉલમ તોડી નાખ્યા હતા અને સળિયા ઉખેડી નાખ્યા હતા. જેના કારણે આ મકાનો જર્જરિત બની ગયા હતા. 2023માં માળખાકીય તપાસ દરમિયાન, એસ્ટેટ વિભાગે આ મકાનો જર્જરિત હોવાને કારણે તૂટી પડવાની દહેશત વ્યક્ત કરી હતી. દરમિયાન પાલિકાએ 45થી વધુ બ્લોક તોડી પાડવાનો કોન્ટ્રાક્ટ પણ ખાનગી કોન્ટ્રાક્ટરને આપ્યો છે. મ્યુનિ.એ તેને 12 વર્ષ બાદ તોડ્યો હતો
EWS આવાસ યોજનાના 40 થી વધુ બ્લોક તોડી પાડવામાં આવ્યા છે. આ ફ્લેટ રિવરફ્રન્ટના વિસ્થાપિત લોકોને આપવામાં આવ્યા હતા, પરંતુ તેઓ અહીંથી આવ્યા જ નથી. આ કેસમાં અધિકારીના જણાવ્યા અનુસાર, આ ફ્લેટ રિવરફ્રન્ટ ઝૂંપડપટ્ટીના વિસ્થાપિત લોકોને ફાળવવામાં આવ્યા હતા. પરંતુ, તેઓ અહીં રહેવા ગયા ન હતા. આથી આસપાસના અસામાજિક તત્વોએ આ ફ્લેટની નીચે બનાવેલ આરસીસી સ્લેબ તોડી નાખ્યો હતો. ફ્લેટ જર્જરિત હોવાથી સર્વે કરવામાં આવ્યો હતો. હવે તેને તોડીને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અથવા વોટર પમ્પિંગ સ્ટેશન બનાવવાનું આયોજન છે.
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ.ના એડ એજન્સીઓ પાસેથી 112 કરોડના બાકી લેણા, હોર્ડિંગ ઉતારી લેવાયા
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. ડુક્કર પકડનારાઓને ભાડે રાખશે
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. સામે 215 જાહેર હિતની અરજી, પણ સુધરે એ તંત્ર નહીં