Ahmedabad News/ અમદાવાદ મ્યુનિ. સામે 215 જાહેર હિતની અરજી, પણ સુધરે એ તંત્ર નહીં

અમદાવાદ  મ્યુનિસિપલ કોર્પોરેશન નાગરિકોને પાયાની સગવડો પૂરી પાડવામાં નિષ્ફળ ગયું છે. વિપક્ષે શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ મામલે ટીકા કરી હતી, તે નાગરિકોને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી હોવાનો આરોપ લગાવ્યો

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 103 અમદાવાદ મ્યુનિ. સામે 215 જાહેર હિતની અરજી, પણ સુધરે એ તંત્ર નહીં

Ahmedabad News:  અમદાવાદ  મ્યુનિસિપલ કોર્પોરેશન નાગરિકોને પાયાની સગવડો પૂરી પાડવામાં નિષ્ફળ ગયું છે. વિપક્ષે શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ મામલે ટીકા કરી હતી, તે નાગરિકોને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી હોવાનો આરોપ લગાવ્યો, જેના કારણે તેમની પાસે જાહેર હિતની અરજીઓ દાખલ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. “છેલ્લા 14 વર્ષોમાં, AMC સામે 215 PIL દાખલ કરવામાં આવી છે,” એવો આક્ષેપ AMCમાં વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે કર્યો હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ 215 જાહેરહિતની થયેલી અરજી પૈકી રોડ,ગટર અને પાણી જેવી બાબત માટે 115 જાહેર હીતની અરજી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટની અનેક વખત ફટકાર પછી પણ મ્યુનિ.તંત્ર સુધરતુ જ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “2010 થી દાખલ કરાયેલી 215 PILsમાંથી 115 મૂળભૂત સુવિધાઓ અંગેની હતી જ્યારે 64 TDOને લગતા વિવિધ મુદ્દાઓ પર ફાઇલ કરવામાં આવી હતી. જર્જરિત રસ્તાઓ, પાર્કિંગ નીતિઓ, રસ્તાઓ પર અતિક્રમણ, રોગચાળો, રખડતા ઢોર, પીવાના શુદ્ધ પાણીનો અભાવ, મનસ્વી ટીપી સ્કીમ, ફાયર સેફ્ટી, પ્રદૂષણ અને વરસાદી પાણીના નિકાલને લઈને પીઆઈએલ દાખલ કરવામાં આવી છે.

અમદાવાદમાં ખરાબ રસ્તાની બાબત હોય,રખડતા પશુઓની સમસ્યા હોય કે પછી ટ્રાફિક વિષયની બાબત હોય. આ પ્રકારની તમામ બાબતોને લઈ ગુજરાત હાઈકોર્ટ તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત વિભાગના અધિકારીઓને કડક કાર્યવાહી કરવા વખતોવખત આદેશ આપેલા છે. આમ છતાં હાલમાં પણ રખડતા ઢોર, ટ્રાફિકની સમસ્યા, રોડ ઉપર પડેલા ખાડા જેવી અન્ય બાબતને લઈ શહેરીજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

વિપક્ષનેતાએ કરેલા આક્ષેપ મુજબ,મ્યુનિસિપલ વહીવટીતંત્ર અને સત્તાધીશો દ્વારા કરવામાં આવતા મનસ્વી વહીવટના કારણે પ્રાથમિક સુવિધાનું સ્તર સતત કથળતું રહ્યું છે. શહેરીજનોને રોડ,ગટર તથા પાણી જેવી પ્રાથમિક સુવિધા મેળવવા માટે પણ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી કરવી પડી છે. શહેરીજનો નિયમિત રીતે તમામ કરવેરા ભરતા હોવાછતાં તંત્ર કે શાસકપક્ષ સારી પ્રાથમિક સુવિધા આપવા મામલે પણ સદંતર નિષ્ફળ સાબિત થઈ રહયુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ.નો 319 ભુવા ભરવા પાછળ રૂ. 48 કરોડનો ખર્ચ

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને જર્જરિત સ્ટાફ ક્વાર્ટર્સને નોટિસ પાઠવી

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. લીઝધારકોને મિલકત વેચવામાં નિષ્ફળ