Not Set/ ગણપતિ દાદાની કૃપા મેળવવા આજે કરવું આ ખાસ કામ

આજે  ગણેશ ચોથ છે. આ વર્ષે બે ત્રીજની  તિથિ છે. જેમાની બીજી ત્રીજી તીથીને આપણે  ગણેશ ચોથ તરીકે ઉજવાશે. આજે  સવારના 8 વાગ્યા સુધી ત્રીજી તીથી છે, ત્યારબાદ આખો દિવસ ચોથ તિથિ હોતા પંચાગ પ્રમાણે અને જયોતિષના નિયમ પ્રમાણે ગણેશ ચોથ શનિવારે ઉજવાશે. આપણા  ગુજરાત માં  વૈશાખ મહિનાની ચોથનું મહત્વ વધારે છે. એક માન્યતા પ્રમાણે […]

Dharma & Bhakti Uncategorized Navratri 2022
Untitled 155 ગણપતિ દાદાની કૃપા મેળવવા આજે કરવું આ ખાસ કામ

આજે  ગણેશ ચોથ છે. આ વર્ષે બે ત્રીજની  તિથિ છે. જેમાની બીજી ત્રીજી તીથીને આપણે  ગણેશ ચોથ તરીકે ઉજવાશે. આજે  સવારના 8 વાગ્યા સુધી ત્રીજી તીથી છે, ત્યારબાદ આખો દિવસ ચોથ તિથિ હોતા પંચાગ પ્રમાણે અને જયોતિષના નિયમ પ્રમાણે ગણેશ ચોથ શનિવારે ઉજવાશે.

આપણા  ગુજરાત માં  વૈશાખ મહિનાની ચોથનું મહત્વ વધારે છે. એક માન્યતા પ્રમાણે આ દિવસે ગણપતિ દાદાના વિવાહ થયેલા. આ દિવસે નવા ઘંઉ લીધા હોય તેના લાડવા બનાવી અને સૌ પ્રથમ ગણપતિદાદાને અર્પણ કરવામાં આવે છે.

આ દિવસે કોરોના રૂપી રાક્ષસને નાથવા આપણે   લોકોએ ગણપતિ ઉપાસના કરવી જોઇએ. ગણપતિદાદા વિઘ્નહર્તા છે. બધા લોકો પ્રાર્થના કરે કે, અમને અને અમારા પરિવાર ઉપર અને ભારત દેશ ઉપર કોઇ વિઘ્ન નો આવે .આ દિવસે ૐ ગં ગણપતએ નમ: ના જપ કરવા, સંકટ નાશક ગણપતિ સ્ત્રોતના પાઠ કરવા, ગણપતિ દાદાને સિંદુર લગાવુ અને, ઘરના બારણા ઉપર શ્રી1ા તથા લાભ શુભ સિંદુરથી લખવું ઉત્તમ છે. તેમ શાસ્ત્રી રાજદીપ જોશીની યાદીમાં જણાવાયું છે.