સુનાવણી/ શું આપણને આજે પણ દેશદ્રોહ કાયદાની જરૂર છે? : SC

દેશદ્રોહ કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી પીટિશનની સુનાવણી કરતા કોર્ટે સરકારને કહ્યું હતું કે દેશદ્રોહનો કાયદો સ્વતંત્રતા સેનાનીઓ વિરુદ્ધ વાપરવા માટે બનાવવામાં આવ્યો હતો.

Top Stories India
Spyware

સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને પૂછ્યું કે શું દેશને આઝાદીનાં 75 વર્ષ પછી પણ દેશદ્રોહનાં કાયદાની જરૂર છે. દેશદ્રોહ કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી પીટિશનની સુનાવણી કરતા કોર્ટે સરકારને કહ્યું હતું કે દેશદ્રોહનો કાયદો સ્વતંત્રતા સેનાનીઓ વિરુદ્ધ વાપરવા માટે બનાવવામાં આવ્યો હતો.

શિક્ષણના શ્રી ગણેશ / આજે ગુજરાત  અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં શાળાઓ-કોલેજો ફરી શરૂ,જાણો વિવિધ રાજ્યોની પરિસ્થિતિ

દેશદ્રોહ કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી પીટિશનની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, શું આપણને હજુ પણ દેશદ્રોહ કાયદાની જરૂર છે, જેની મદદ લઇને બ્રિટિશરોએ મહાત્મા ગાંધીને મૌન કરવાનો પ્રયાસ કર્યો. શું આપણને 75 વર્ષ પછી પણ આ દેશદ્રોહનાં કાયદાની જરૂર છે? સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ એન.વી. રમણાએ આ કેસની સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે, આ તે જ કાયદો છે કે જેની મદદથી બ્રિટિશરો ગાંધીજીને ચૂપ કરાવતા હતા. શું તમને લાગે છે કે આ કાયદો હજી પણ જરૂરી છે.

રાજકારણ / સદીઓનું બનાવેલુ, ક્ષણોમાં કર્યુ નષ્ટ, રાહુલ ગાંધીનો સરકાર પર શાંબ્દિક પ્રહાર

જણાવી દઇએ કે, ભૂતપૂર્વ સૈન્ય અધિકારીએ દેશદ્રોહનાં કાયદાની બંધારણીય માન્યતા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પોતાની અરજીમાં કહ્યું હતું કે આ કાયદો લોકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાને દાબી રહ્યો છે અને લોકોની અભિવ્યક્તિમાં અવરોધ ઉભો કરે છે, જે લોકોનો મૂળભૂત અધિકાર છે. આ અરજી મેજર જનરલ એસજી વોમ્બટકેરે (નિવૃત્ત) દ્વારા કરવામાં આવી હતી. પોતાની અરજીમાં તેમણે આઈપીસીની કલમ 124-એ ને પડકાર આપ્યો હતો, જે દેશદ્રોહ માટે છે. મેજર વોમ્બટકેરે કહે છે કે, આ કલમ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે અને તેને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવો જોઈએ.

મોટી સફળતા મળી / પાકિસ્તાનનાં ISI એજન્ટની દિલ્હી પોલીસે કરી ધરપકડ, ભારતીય સેનાની કરતો હતો જાસૂસી

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આપણે આ કાયદાનો સમયગાળો જોવાની જરૂર છે અને આ કાયદાનો ઉપયોગ કરતા પહેલા તેના પર વિચાર કરવો જરૂરી છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટની એક અલગ બેંચે કેન્દ્ર સરકારને આ મામલે પોતાનું વલણ પૂછ્યું હતું. દેશદ્રોહ કાયદાની બંધારણીય માન્યતાને બે પત્રકારો દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી, જેના પર કોર્ટે કેન્દ્ર સરકાર પાસે તેનો જવાબ માંગ્યો હતો.