Not Set/ શું તમને નદીમાં નહાવાનું બહુ શોખ છે? તો સમાચાર તમારા માટે જ છે

રાજ્યમાં  અત્યારે ગરમીનો માહોલ જોરદાર જામ્યો છે ત્યારે અતિશય તાપ અને ચામડી દજાડતી ગરમ હવામાં રાહત મેળવવા માટે કેટલાક લોકો ન્હાવા માટે વોટર પાર્ક , સ્વિમિંગ પૂલ કે પછી નદી તળાવમાં જાય છે. જોકે અત્યારે કોરોના મહામારીને કારણે વોટર પાર્ક અને સ્વિમિંગ પુલ બંધ છે ત્યારે નવયુવાનોએ નવો કીમિયો અપનાવ્યો છે. શહેરના આસપાસના નાના મોટા […]

Gujarat Rajkot
IMG 20210607 110702 શું તમને નદીમાં નહાવાનું બહુ શોખ છે? તો સમાચાર તમારા માટે જ છે

રાજ્યમાં  અત્યારે ગરમીનો માહોલ જોરદાર જામ્યો છે ત્યારે અતિશય તાપ અને ચામડી દજાડતી ગરમ હવામાં રાહત મેળવવા માટે કેટલાક લોકો ન્હાવા માટે વોટર પાર્ક , સ્વિમિંગ પૂલ કે પછી નદી તળાવમાં જાય છે. જોકે અત્યારે કોરોના મહામારીને કારણે વોટર પાર્ક અને સ્વિમિંગ પુલ બંધ છે ત્યારે નવયુવાનોએ નવો કીમિયો અપનાવ્યો છે. શહેરના આસપાસના નાના મોટા તળાવો કે પછી નદીના પાણીમાં તરવા માટે જઈ રહ્યા છે. જ્યાં પાણીમાં ડૂબી જવાથી ઘણા યુવકોના મોત થઈ રહ્યા છે જેના એક નહિ બે નહિ ઘણા બનાવો સમાચારોમાં છપાઈને આવી રહ્યા છે. જેનો તાજો નમૂનો રાજકોટ પાસેથી ભાદર નદીમાંથી મળી રહ્યા છે.

 

રાજકોટ જિલ્લાના જેતપુરના જોડિયા હનુમાન પાસેથી ભાદર નદીના નારપાટમાંથી ત્રણ લાશ મળી આવી છે. ત્રણ મિત્રો નદીમાં ન્હાવા ગયા બાદ ડૂબી જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પહેલા અહીં એક લાશ મળી આવી હતી. ત્યારબાદ પોલીસે શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ વધુ બે લાશ મળી આવી છે. આમ કુલ ત્રણ મિત્રોના મોત થયા છે.

 

 

 

 

પ્રાપ્ત વિગત અનુસાર જેતપુરના જોડિયા હનુમાન પાસે ભાદર નદીના નારપાટમાં સાંજે એક તરતી લાશ મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ મૃતદેહને બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ ફાયર જવાનો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

 

 

 

આ દરમિયાન વધુ બે મૃતદેહ મળી આવ્યા હતા. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ત્રણ મિત્રો ન્હાવા પડ્યા હતા. જેમાંથી એક ડૂબી જતા બીજા બન્ને તેને બચાવવા જતા ડૂબી ગયા છે. આ રીતે ત્રણેયના મોત થયા છે.

 

ત્રણેય મૃતદેહને કબજે લઈ પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે જેતપુર સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા છે. હાલ તો આ યુવકો કોણ છે અને ક્યાંથી આવ્યા હતા તેની કોઈ માહિતી મળી નથી. પોલીસ પણ આ અંગે તપાસ કરી રહી છે.