Beauty Tips/ શું પિરીયડ્સ સમયે ચહેરા પર થતાં ખીલની સમસ્યાથી પરેશાન છો? તો અજમાવો આ ઉપાય

આજકાલની ખરાબ ખાણીપીણીને કારણે કેટલાક લોકોને ચહેરા પર ખીલ થવાની સમસ્યા રહે છે. ખીલના કારણે ચહેરાની સુંદરતા ડલ થતી જાય છે. . જેને સારી કરવા માટે લોકો અવનવી બ્યુટી પ્રોડક્ટ ખરીદે છે. જેનાથી ખીલ દૂર થઇ જાય છે પરંતુ ચહેરા પરના નિશાન રહી જાય છે. આ સમસ્યાથી દરેક લોકો પરેશાન છે. તો આજે અમે તમારા […]

Lifestyle
૧ શું પિરીયડ્સ સમયે ચહેરા પર થતાં ખીલની સમસ્યાથી પરેશાન છો? તો અજમાવો આ ઉપાય

આજકાલની ખરાબ ખાણીપીણીને કારણે કેટલાક લોકોને ચહેરા પર ખીલ થવાની સમસ્યા રહે છે. ખીલના કારણે ચહેરાની સુંદરતા ડલ થતી જાય છે. . જેને સારી કરવા માટે લોકો અવનવી બ્યુટી પ્રોડક્ટ ખરીદે છે. જેનાથી ખીલ દૂર થઇ જાય છે પરંતુ ચહેરા પરના નિશાન રહી જાય છે. આ સમસ્યાથી દરેક લોકો પરેશાન છે. તો આજે અમે તમારા માટે કેટલાક ઘરેલું નુસખા લઇને આવ્યા છીએ જેનાથી તમે ખીલ અને ડાઘથી છૂટકારો મેળવી શકો છો. સાથે તમારી ત્વચામાં ચમક આવી જશે.

૨ શું પિરીયડ્સ સમયે ચહેરા પર થતાં ખીલની સમસ્યાથી પરેશાન છો? તો અજમાવો આ ઉપાય

પીરિયડ્સ દરમિયાન મહિલાઓને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જેમાંથી એક છે પીરિયડ્ય પહેલાં અથવા પીરિયડ્સ દરમિયાન ખીલ થવા. મોટાભાગની મહિલાઓને આ દરમિયાન હોર્મોન્લ ચેન્જિસને કારણે આ સમસ્યા સતાવતી હોય છે.

3 શું પિરીયડ્સ સમયે ચહેરા પર થતાં ખીલની સમસ્યાથી પરેશાન છો? તો અજમાવો આ ઉપાય

ખીલના કારણે ઘણી મહિલાઓને ચહેરા પર ડાઘ પણ થવા લાગે છે. એવામાં મહિલાઓ વધુ ઈરિટેટ થવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે આજે અમે એવા ખાસ ઉપાય જણાવીશું. જેનાથી તમને ખીલ નહીં થાય. જે મહિલાઓને માસિક દરમિયાન ચહેરા પર ખીલ થઈ જતા હોય તેમણે માસિક આવવાના ૭ દિવસ પહેલાં ૧ ચમચી વિનેગર અને તેમાં ૧ ચમચી પાણી મિક્સ કરી ચહેરા પર લગાવવું. આવું દિવસમાં બેવાર કરવું. આનાથી મહિલાઓને ખીલ નહીં થાય. ઘણીવખત માસિક દરમિયાન ડિહાઈડ્રેશનની સમસ્યાને કારણે પણ ખીલ થતાં હોય છે. પાણી આપણી સ્કિન માટે ખૂબ જ જરૂરી છે. જેથી આ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. સાથે જ ફ્રૂટ જ્યૂસ, ગ્રીન ટી અને લીંબુ પાણી જેવી હેલ્ધી ડ્રિંક્સ લેવાથી પણ ખીલની સમસ્યા થતી નથી.

4 શું પિરીયડ્સ સમયે ચહેરા પર થતાં ખીલની સમસ્યાથી પરેશાન છો? તો અજમાવો આ ઉપાય

પીરિયડ્સ દરમિયાન હેલ્ધી ડાયટ લેવું ખૂબ જ જરૂરી છે. જેથી આ દરમિયાન આહારમાં લીલાં શાકભાજી, ફળો, દૂધ, પનીર જેવી હેલ્ધી વસ્તુઓ ખાવી જોઈએ અને જંક ફૂડ, તળેલા ખોરાક ખાવાથી બચવું જોઈએ. મહિલાઓને પીરિયડ્સ દરમિયાન બોડીમાં હોર્મોનલ ચેન્જિસ જોવા મળે છે. જેના કારણે ચિડિયાપણું, પેટમાં દુખાવો, પીઠમાં દુખાવો અને ચહેરા પર ખીલ જેવી સમસ્યાઓ થાય છે. આવું સ્ટ્રેસ લેવાના કારણે પણ થતું હોય છે. જેથી મહિલાઓએ ખાસ પીરિયડ્સ દરમિયાન સ્ટ્રેસ લેવું જોઈએ નહીં.