Not Set/ નિયમીત ઉપયોગમાં લેવાતા આ મસાલાની ઘરમાં જ કરો વાવણી

રોજબરોજ ઉપયોગમાં લેવાતા મસાલા સરલ રીતે ઘરના જ કિચન ગાર્ડનમાં ઉગાડી શકાય છે. ઘરના ધાબા, બાલ્કની, કે રસોડાની બારીઓ પર પણ મસાલા ગાર્ડન બનાવી શકાય છે

Tips & Tricks Health & Fitness Lifestyle
masala main નિયમીત ઉપયોગમાં લેવાતા આ મસાલાની ઘરમાં જ કરો વાવણી

રોજબરોજ ઉપયોગમાં લેવાતા મસાલા સરલ રીતે ઘરના જ કિચન ગાર્ડનમાં ઉગાડી શકાય છે. ઘરના ધાબા, બાલ્કની, કે રસોડાની બારીઓ પર પણ મસાલા ગાર્ડન બનાવી શકાય છે. માટીના કુંડા, જુના ડબ્બા અને લાકડાના બોક્સનો ઉપયોગ કરીને મસાલાનું સુંદર અને ઉપયોગી ગાર્ડન ઘરમાં જ બનાવી શકાય છે.

આદુ

adu marcha નિયમીત ઉપયોગમાં લેવાતા આ મસાલાની ઘરમાં જ કરો વાવણી

જો આદુ ઉગાડવા માંગો છો તો તેની ગાંઠ કાપી લો. પછી કુંડા, ક્યારી કે ખોખામાં અનુકુળતા મુજબ વાવી દો. થોડા દિવસોમાં જ તેના પાંદડા નીકળવા લાગશે અને ગાંઠો અંદરને અંદર જ ફેલાવા લાગશે. આ ગાંઠોને બહાર કાઢીને ધોયા પછી ભોજનમાં સ્વાદ માટે ઉપયોગમાં લઇ શકાય છે. તેને સુકવીને સુંઠ પાવડર પણ બનાવી શકાય છે.

લીલા મરચા

મસાલામાં મરચા ઉગાડવા સૌથી સરળ છે. તેને તમે મીડીયમ સાઈઝના કુંડામાં ઉગાડી શકો છો. છોડ વધવા દરમિયાન એ ધ્યાન આપવું જરૂરી છે કે, તેને હંમેશા છાંયાવાળા સ્થાન ઉપર રાખવાના છે.

ફુદીનો

arder નિયમીત ઉપયોગમાં લેવાતા આ મસાલાની ઘરમાં જ કરો વાવણી

ફુદીનાની દાંડી ક્યારી, કુંડા ક્યાંય પણ વાવી શકાય છે. મૂળ વધે એટલા માટે ડાળીને પાણીમાં નાખો અને પછી તેને ઉગાડી દો. તેના માટે છાયાવાળી જગ્યા જરૂરી છે. તેને નિયમિત રીતે પાણી આપવું જોઈએ અને કુંડામાં પાણીનો નિકાસ વ્યવસ્થિતિ રહેવો જોઈએ. છોડની કાપણી કરતા રહો. તેના માટે ફુદીનાનો નિયમિત ઉપયોગ કરતા રહો.

હળદર

હળદર ઉગાડવા માટે તેની ગાંઠ વાવી શકાય છે. તેના માટે એવું સ્થાન હોવું જોઈએ, જ્યાં તડકો વધુ ન આવતો હોય. થોડા દિવસો પછી પાંદડા નીકળવા લાગશે અને ગાંઠો અંદરને અંદર ફેલાવા લાગશે. 7-8 મહિના પછી તમે માટી ખોદીને તે ગાંઠોને કાઢી લો. હવે તેનો ઉપયોગ કરી શકો છો.

કોથમીર

kotmir નિયમીત ઉપયોગમાં લેવાતા આ મસાલાની ઘરમાં જ કરો વાવણી

લીલી કોથમીર કે કોથમીર ઉગાડવા માટે તેના બીજને ગરમ પાણીમાં આખી રાત પલાળીને રાખો. હવે 5-6 ઇંચ ઊંડાણ વાળી એક ટ્રે કે વાસણ લો અને તેને ત્રણ ચતુર્થાંશ ઝીણી રેતાળ માટી અને એક ભાગ છાણના ખાતરથી ભરી દો. પછી આખી રાત પલાળીને રાખવામાં આવેલા બીજને હાથથી મસળીને માટી ઉપર વેરી દો. પછી ઉપર થોડી માટી નાખીને બીજને ઢાંકી દો. ત્યાર પછી પાણીનો છંટકાવ કરો અને થોડો સમય છોડને તડકામાં રાખો. એક અઠવાડિયાની અંદર તેમાં અંકુર જોવા મળશે.

અજમો

 આ એક ઉષ્ણકટીબંધીય છોડ છે. તેના પાંદડા અને બીજનો ભોજનમાં ઉપયોગ કરવામાં આવે છે. તેના છોડને વધુ જાળવણીની જરૂર નથી, તેના માટે બસ સારી ફળદ્રુપ માટીની જરૂર છે. તેને એ રીતે ઉગાડો, જે પ્રક્રિયા કોથમીર ઉગાડવાની છે.

તાપ અને પાણીનું પ્રમાણ

મસાલાના મોટા ભાગના છોડ તડકામાં સારી રીતે ઉછરે છે. જો છોડના થડ વધી રહ્યા છે, પણ તેની ઉપર જરૂરી પાંદડા નથી, તો તેનો અર્થ છે કે આ છોડને પૂરતા પ્રમાણમાં તડકો નથી મળી રહ્યો. છોડના ઉછેરમાં મદદ માટે માટીમાં ભેજ જાળવી રાખો, પણ ઘણું વધુ પાણી ન આપો અઠવાડિયામાં બે વખત જ છોડને જરૂરી પ્રમાણમાં પાણી આપો. આ છોડને પાણી ત્યારે આપો, જયારે માટી સુકાવા લાગે.