Not Set/ નથી પસંદ નોર્મલ પ્રસૃતિ,સિઝેરીયન ડીલીવરી વધુ પસંદ કરી રહી છે યુવતી

અમદાવાદ, આજકાલની યુવતીઓને નોર્મલ ડિલીવરી પસંદ પડતી નથી જેના કારણે સિઝેરીયન ડિલીવરીનું ચલણ વધ્યું છે.ભારતની વાત કરીએ તો એક દશકના ગાળા દરમિયાન દેશના શહેરી ક્ષેત્રમાં સિઝેરીયન ડિલિવરીની સંખ્યા બે ગણી થઇ ગઇ છે. આ અંગેનો ખુલાસો મુંબઇ સ્થિત ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પોપ્યુલેશન સાયન્સના અભ્યાસમાં કરવામાં આવ્યો છે. રિસર્ચમાં લાગેલા નિષ્ણાત લોકોએ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડામાં પણ […]

Health & Fitness Lifestyle
011 5 નથી પસંદ નોર્મલ પ્રસૃતિ,સિઝેરીયન ડીલીવરી વધુ પસંદ કરી રહી છે યુવતી

અમદાવાદ,

આજકાલની યુવતીઓને નોર્મલ ડિલીવરી પસંદ પડતી નથી જેના કારણે સિઝેરીયન ડિલીવરીનું ચલણ વધ્યું છે.ભારતની વાત કરીએ તો એક દશકના ગાળા દરમિયાન દેશના શહેરી ક્ષેત્રમાં સિઝેરીયન ડિલિવરીની સંખ્યા બે ગણી થઇ ગઇ છે.

આ અંગેનો ખુલાસો મુંબઇ સ્થિત ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પોપ્યુલેશન સાયન્સના અભ્યાસમાં કરવામાં આવ્યો છે. રિસર્ચમાં લાગેલા નિષ્ણાત લોકોએ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડામાં પણ આ ખુલાસો કર્યો છે. સાથે સાથે આ આંકડાનો ઉપયોગ પણ કર્યો છે.

આંકડામાં દર્શાવવામાં આવ્યુ છે કે ભારતની વાત કરવામાં આવે તો ૧૭ ટકા મહિલાઓએ વર્ષ ૨૦૧૫-૧૬માં સિઝેરિયન ડિલિવરી કરાવી છે. આ આંકડો વર્ષ ૨૦૦૫-૦૬માં માત્ર ૦૯ ટકાની આસપાસ હતો. સિઝેરિયન ડિલિવરીમાં વધારો વૈશ્વિક પ્રવૃતિ છે. જેને એવી મહિલાઓ પણ પસંદ કરી રહી છે જેની તેમને જરૂર નથી.

બીજી બાજુ વિશ્વ આરોગ્ય સંગઠનના અધિકારીઓ અને નિષ્ણાંતોનુ કહેવુ છે કે કોઇ પણ દેશની મહિલાઓમાં સિઝેરિયન ડિલિવરીનો આંકડો તેમની કુલ સંખ્યાના ૧૫ ટકા કરતા વધારે છે. દુનિયામાં વર્ષ ૨૦૦૦માં ૧૨ ટકા સિઝેરિયન ડિલિવરી થઇ હતી. વર્ષ ૨૦૧૫માં આ આંકડો ૨૧ ટકા થઇ ગયો હતો.

ક્યા દેશોમાં સૌથી વધારે પ્રમાણમાં સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી છે તે અંગે ધ્યાન આપવામાં આવે તો કહી શકાય છે કે ડોમેનિક રિપબ્લીક દેશમાં સિઝેરિયનનો આંકડો ૫૮.૧ ટકા રહ્યો છે. જ્યારે બ્રાઝિલમાં આ ટકાવારી ૫૫.૫ ટકા રહી છે. ઇજિપ્તમાં આ ટકાવારી ૫૫.૫ ટકા રહી છે. અમેરિકામાં આ ટકાવારી ૩૨.૯ ટકા રહી છે.

પ્રસુતિ નિષ્ણાંતો કહે છે કે સિઝેરિયન ડિલિવરી વેળા ટાંકા પર સાવધાનીપૂર્વક નજર રાખવાની જરૂર પડે છે. કારણ કે ઇન્ફેક્શનનો ખતરો રહે છે. જે માતાઓ સિઝેરિયન ડિલિવરી બાદ બીજી વખત ગર્ભાવસ્થામાં સામાન્ય પ્રસવના વિકલ્પને પસંદ કરે છે તેમના ગર્ભાશય ફાટી જવાનો ખતરો રહે છે.

હાલમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સિઝેરિયન ડિલિવરીના પ્રત્યે વધતા ઝોંકના કેટલાક કારણો રહેલા છે. જેમાં એક કારણ પ્રસવ દરમિયાન થતી પિડા પણ સામેલ છે. જટિલતાથી મુક્તિ પણ હોય છે. કેટલાક તબીબો પ્રસવ નિષ્ફળ ગયા બાદ કેસથી બચવા માટે સિઝેરિયન ડિલિવરીના સુચન કરી દે છે. સામાન્ય પ્રસવની સરખામણીમાં સિઝેરિયન માટે માત્ર આઠથી દસ કલાક સુધી ભરતી થવાની જરૂર હોય છે.