Not Set/ શુ તમે જાણો છો…5000 વર્ષ પૂર્વે પુરાણોમાં વેદ વ્યાસે ભાખેલું મૌર્યો-મુગલો ને અંગ્રેજોનું ભાવિ!

– સૂર્ય, બ્રહ્માંડ, તિથિ, વાર, મહિનાઓનું સર્જન, પહાડો, સમુદ્રો, નદીઓના સર્જનના રહસ્યોને છુપાવીને બેઠા છે આપણા પુરાણો – પુરાણોમાં 5000 વર્ષ પૂર્વે વેદ વ્યાસે ભાખેલું શિવાજીથી માંડી રાણી વિક્ટોરીયા સુધીનાઓનું ભાવિ – ઈસાના ભારત આગમન તથા મોહમ્મદ અને કુતુબુદીન એબકનો ઉલ્લેખ આ પુરાણોમાં આપવામાં આવ્યો છે – વિક્રમ બેતાલ તથા બેતાલ પચ્ચીસીની કથાઓનું પણ વર્ણન […]

Uncategorized
jmc 6 શુ તમે જાણો છો…5000 વર્ષ પૂર્વે પુરાણોમાં વેદ વ્યાસે ભાખેલું મૌર્યો-મુગલો ને અંગ્રેજોનું ભાવિ!

– સૂર્ય, બ્રહ્માંડ, તિથિ, વાર, મહિનાઓનું સર્જન, પહાડો, સમુદ્રો, નદીઓના સર્જનના રહસ્યોને છુપાવીને બેઠા છે આપણા પુરાણો
– પુરાણોમાં 5000 વર્ષ પૂર્વે વેદ વ્યાસે ભાખેલું શિવાજીથી માંડી રાણી વિક્ટોરીયા સુધીનાઓનું ભાવિ
– ઈસાના ભારત આગમન તથા મોહમ્મદ અને કુતુબુદીન એબકનો ઉલ્લેખ આ પુરાણોમાં આપવામાં આવ્યો છે
– વિક્રમ બેતાલ તથા બેતાલ પચ્ચીસીની કથાઓનું પણ વર્ણન આપવામાં આવ્યું છે

પુરાણ શબ્દનો અર્થ છે પ્રાચીન કથા. પુરાણ વિશ્વ સાહિત્યનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. તેમાં લખવામાં આવેલ જ્ઞાન અને નૈતિકતાની વાતો આજે પ્રાસંગિક, અમૂલ્ય તથા માનવ સભ્યતાની આધારશિલા છે. વેદોની ભાષા તથા શૈલી કઠિન છે. પુરાણ એ જ્ઞાનનું સહજ તથા રોચક સંસ્કરણ છે. તેમાં જટિલ તથ્યોને કથાઓના માધ્યમથી સમજાવવામાં આવી છે. પુરાણોનો વિષય નૈતિકતા, વિચાર, ભૂગોળ, ખગોળ, રાજનીતિ, સંસ્કૃતિ, સામાજિક પરંપરાઓ, વિજ્ઞાન તથા અન્ય વિષયો છે.
મહર્ષિ વેદવ્યાસે 18 પુરાણોને સંસ્કૃત ભાષામાં સંકલન કર્યું છે. બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ એ પુરાણોના મુખ્ય દેવ છે. ત્રિમૂર્તિના દરેક ભગવાન સ્વરૂપોને છ પુરાણ સમર્પિત કર્યા છે. આજે જાણીએ 18 પુરાણો વિશે. પરંતુ તે પહેલા તેના રચિયતા વેદ વ્યાસ વિશે સક્ષિપ્તમાં પરિચય પણ જાણી લો.

વેદ વ્યાસનો સંક્ષિપ્ત પરિચયઃ-
વ્યાસ (સંસ્કૃત: व्यास) મોટાભાગની હિંદુ પરંપરાઓમાં કેન્દ્રીય અને સન્માનનીય સ્થાન ધરાવે છે. મહાભારત ગ્રંથના રચયિતાના રુપમાં આપણે તેમને જાણીએ છીએ. તેઓ ઋષિ પરાશર અને મત્સ્ય કન્યા સત્યવતીના પુત્ર છે. તેમને વેદવ્યાસ (જેણે વેદોની રચના કરી છે તે.) અને જન્મથી વર્ણે શ્યામ હોવાથી તથા એક દ્વિપ પર જન્મ્યા હોવાથી કૃષ્ણ દ્વૈપાયન પણ કહેવાયા. તેમને વેદ અને તેની પછીની પૂર્તિઓ જેમ કે પુરાણો આદિના રચયિતા તરીકે તેમને વંદનીય માનવામાં આવે છે. ઘણી વૈષ્ણવ પરંપરાઓ તેમને વિષ્ણુનો અવતાર માને છે. તેઓ વિશ્વના આઠ ચિરંજીવી (અમર)માંનાં એક છે જે સામાન્ય હિંદુ માન્યતા અનુસાર હજી પણ વિહરમાન છે. તેમને રચેલી 18 રચનાઓને આધારે સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિથી લઈને દેવો, આખા બ્રહ્માંડ તથા બધા જ વંશજો, અવતારોની લીલાઓને તેમના આ 18 પુરાણોમાં સમાવી છે.

જાણો આ 18 પુરાણો વિશે સંક્ષિપ્તમાં….
1-બ્રહ્મ પુરાણઃ- (Brhma Purana)
બ્રહ્મ પુરાણ સૌથી પ્રાચીન ગ્રંથ છે. આ પુરાણમાં 246 અધ્યાય તથા 14000 શ્લોક છે. આ ગ્રંથમાં બ્રહ્માની મહાનતા સિવાય સૃષ્ટિની ઉત્પત્તિ, ગંગા આવતરણ તથા રામાયણ અને કૃષ્ણાવતારની કથાઓ સંકલિત છે. આ ગ્રંથથી સૃષ્ટિની ઉત્પત્તિથી લઈને સિન્ધુ ઘાટી સભ્યતા સુધી કોઈને કોઈ જાણકારી પ્રાપ્ત કરી શકાય છે.
2-પદ્મ પુરાણ(Padma Purana)
પદ્મ પુરાણમાં 55000 શ્લોક છે અને આ ગ્રંથ પાંચ ખંડોમાં વહોંચાયેલો છે. જેના ના સૃષ્ટિખંડ, સ્વર્ગખંડ, ઉત્તરખંડ, ભૂમિખંડ તથા પાતાળખંડ છે. આ ગ્રંથમાં પૃથ્વી, આકાશ તથા નક્ષત્રોની ઉત્પત્તિ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાર પ્રકારના જીવોની ઉત્પત્તિ થાય છે જેને ઉદિભજ, સ્વેદજ, અણડજ તથા જરાયુઝની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. આ વર્ગીકરણ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. ભારતના બધા પર્વતો તથા નદીઓ વિશે પણ વિસ્તૃતત વર્ણન કરવામાં આવ્યું છે. આ પુરાણમાં શકુન્તલા દુષ્યંતથી લઈને ભગવાન રામ સુધી અનેક પૂર્વજોનો ઈતિહાસ છે. શકુન્તલા દુષ્યંતના પુત્ર ભરતના નામથી આપણા દેશનું નામ જમ્બૂદીપથી ભરતખંડ અને ત્યારબાદ ભારત પડ્યું હતું.
3- વિષ્ણુ પુરાણ (Vishnu Purana)
વિષ્ણુ પુરાણમાં 6 અંશ તથા 23000 શ્લોક છે. આ ગ્રંથમાં ભગવાન વિષ્ણુ, બાળક ધ્રુવ તથા કૃષ્ણાવતારની કથાઓ સંકલિત છે. તે સિવાય સમ્રાટ પૃથુની કથા પણ સામેલ છે જેના કારણે આપણી ધરતીનું નામ પૃથ્વી પડ્યું હતું. આ પુરાણમાં સૂર્યવંશી તથા ચંદ્રવંશી રાજાઓનો ઈતિહાસ છે. ભારતની રાષ્ટ્રીય ઓળખ સદીઓ જૂની છે જેનું પ્રમાણ વિષ્ણુ પુરાણના નિચે લખેલ શ્લોકમાં પ્રાપ્ત થાય છેઃ
उत्तरं यत्समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम्।
वर्षं तद भारतं नाम भारती यत्र सन्ततिः।
(સાધારણ શબ્દોમાં કહીએ તો તેનો અર્થ છે તે ભૌગોલિક ક્ષેત્ર જે હિમાલય તથા દક્ષિણમાં સાગરથી ઘેરાયેલુ છે ભારત દેશ છે તથા તેમાં નિવાસ કરનાર બધા જન ભારત દેશના જ સંતાન છે) ભારત દેશ અને ભારત વાસીઓની તેનાથી સ્પષ્ટ ઓળખ બીજી કંઈ હોઈ શકે છે? વિષ્ણુ પુરાણ વાસ્તવમાં એક ઐતિહાસિક ગ્રંથ છે.
4-શિવપુરાણ (Shiva Purana)
શિવપુરાણમાં 24000 શ્લોક છે તથા તે સાત સંહિતામાં વિભાજિત છે. આ ગ્રંથમાં ભગવાન શિવની મહાનતા તથા તેમના સાથે સંબંધિત ઘટનાઓને દર્શાવવામાં આવી છે. આ ગ્રંથને વાયુ પુરાણ કહે છે. તેમાં કૈલાસ પર્વત, શિવલિંગ તથા રુદ્રાક્ષનું વર્ણન અને મહત્વ, સપ્તાહના દિવસોના નામોની રચના, પ્રજાપતિ તથા કામ ઉપર વિજય પ્રાપ્ત કરવા સાથે સુધીનું વર્ણન કરવામાં આવ્યું છે. સપ્તાહના દિવસોના નામ આપણા સૌર મંડળના ગ્રંથો ઉપર આધારિત છે અને આજે પણ લગભગ સમસ્ત વિશ્વમાં પ્રયોગ કરવામાં આવે છે.
5- ભાગવત પુરાણ (Bhagwata Purana)
ભાગવત પુરાણમાં 18000 શ્લોક છે તથા 12 સ્કંધ છે. આ ગ્રંથમાં અધ્યાત્મિક વિષયોનો વાર્તાલાપ છે. ભક્તિ, જ્ઞાન તથા વૈરાગ્યની મહાનતાને દર્શાવવામાં આવી છે. વિષ્ણુ અને કૃષ્ણાવતારની કથાઓ સિવાય મહાભારત કાળ પહેલાના અનેક રાજાઓ, ઋષિ મુનિઓ તથા અસુરોની કથાઓ પણ સંકલિત છે. આ ગ્રંથમાં મહાભારત યુદ્ધ પછી શ્રીકૃષ્ણના દેહત્યાગ, દ્વારિકા નગરીનું જળમગ્ન થવા અને યદુવંશીઓના નાશ સુધીની કથાઓનું વર્ણન કરવામાં આવ્યું છે.

6-નારદ પુરાણ (Narad Purana)
નારદ પુરાણમાં 25000 શ્લોક છે તથા તેના બે ભાગ છે. આ ગ્રંથમાં બધા 18 પુરાઓનો સાર આપવામાં આવ્યો છે. પ્રથમ ભાગમાં મંત્ર તથા મૃત્યુ પછીના ક્રમ વગેરેનું વિધાન છે. ગંગા અવતરણની કથા પણ વિસ્તાર પૂર્વક આપવામાં આવી છે. બીજા ભાગમાં સંગીતના સાત સ્વરો, સપ્તકના મન્દ્ર, મધ્ય તથા તાર સ્થાનો, મૂર્છનાઓ, શુદ્ધ તથા કૂટ તાનો અને સ્વરમંડળનું જ્ઞાન લખેલું છે. સંગીત પદ્ધતિનું આ જ્ઞાન આજે પણ ભારતીય સંગીતનો આધાર છે. ત્યાર હાલના પાશ્ચાત્ય સંગીતની ચક્કાચોધથી ચકિત થઈ જાય છે તેની માટે ઉલ્લેખનીય તથ્ય એ છે કે નારદ પુરાણને અનેક શતાબ્દીઓ સુધી પણ પાશ્ચાત્ય સંગીતમાં માત્ર પાંચ સ્વર જ હતા તથા સંગીતની થિયોરીનો વિકાસ શૂન્ય બરાબર હતો. મૂર્છનાઓના આધારે જ પાશ્ચાત્ય સંગીતના સ્કેલ બન્યા છે.

7-માર્કેન્ડેટ પુરાણ (Markandeya Purana)
અન્ય પુરાણોની અપેક્ષાએ આ નાનુ પુરાણ છે. માર્કન્ડેય પુરાણમાં 9000 શ્લોક તથા 137 અધ્યાય છે. આ ગ્રંથમાં સામાજિક ન્યાય અને યોગ વિશે ઋષિ માર્કન્ડેય તથા ઋષિ જૈમિનીની વચ્ચે વાર્તાલાપ છે. તે સિવાય ભગવતી દુર્ગા તથા શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી કથાઓ પણ સંકલિત છે.

8-અગ્નિ પુરાણ(Agni Purana)
અગ્નિ પુરાણમાં 383 અધ્યાય તથા 15000 શ્લોક છે. આ પુરાણને ભારતીય સંસ્કૃતિનો જ્ઞાનકોષ(એનસાઈક્લોપીડિયા) કહી શકે છે. આ ગ્રંથમાં મત્સ્યઅવતાર, રામાયણ તથા મહાભારતની સંક્ષિપ્ત કથાઓ પણ સંકલિત છે. તે સિવાય અનેક વિષયો ઉપર વાર્તાલાપ છે જેમાં ધનુર્વેદ, ગાન્ધર્વ વેદ તથા આયુર્વેદ મુખ્ય છે. ધનુર્વેદ, ગાન્ધર્વ વેદ તથા આયુર્વેદના ઉપવેદ પણ કહેવામાં આવે છે.

9- ભવિષ્ય પુરાણ (Bhavishya Purana)
ભવિષ્ય પુરાણમાં 129 અધ્યાય તથા 28000 શ્લોક છે. આ ગ્રંથમાં સૂર્યનું મહત્વ, વર્ષના 12 મહિનાનું નિર્માણ, ભારતના સમાજિક,ધાર્મિક તથા શૈક્ષણિક વિધાનો વગેરે અનેક વિષયો ઉપર વાર્તાલાપ છે. આ પુરાણોમાં સાપોની ઓળખ, ઝેર તથા વિષદંશ સંબંધી જાણકારી આપવામાં આવી છે. આ પુરાણની અનેક કથાઓ બાઈબલની કથાઓ સાથે મેળ ખાય છે. આ પુરાણમાં પ્રાચીન રાજવંશો સિવાય ભવિષ્યમાં આવનાર નંદવશ, મૌર્યવંશ, મુગલ વંશ, છત્રપતિ શિવાજી તથા મહારાણી વિક્ટોરિયા સુધીનો વૃતાન્ત પણ આપવામાં આવ્યો છે. ઈસાના ભારત આગમન તથા મોહમ્મદ અને કુતુબુદીન એબકનો ઉલ્લેખ પણ આ પુરાણમાં આપવામાં આવ્યો છે. તે સિવાય વિક્રમ બેતાલ તથા બેતાલ પચ્ચીસીની કથાઓનું પણ વર્ણન આપવામાં આવ્યું છે. સત્ય નારાયણની કથા પણ આ પુરાણથી જ લેવામાં આવી છે.

10- બ્રહ્મ વૈવર્ત પુરાણ(Brahma Vaivarta Purana)
બ્રહ્માવિર્તા પુરાણમાં 18000 શ્લોક તથા 218 અધ્યાય છે. આ ગ્રંથમાં બ્રહ્મા, ગણેશ, તુલસી, સાવિત્રી, સરસ્વતી તથા કૃષ્ણની મહાનતાને દર્શાવવામાં આવ્યું છે તથા તેની સાથે જોડાયેલી કથાઓ સંકલિત છે. આ પુરાણમાં આયુર્વેદ સંબંધી જ્ઞાન પણ સંકલિત છે.

11- લિંગ પુરાણ (Linga Purana)–
લિંગ પુરાણમાં 11000 શ્લોક અને 163 અધ્યાય છે. સૃષ્ટિની ઉત્પત્તિ તથા ખગોળીય કાળમાં યુગ, કલ્પ વગેરેની તાલિકાનું વર્ણન છે. રાજા અંબરિશની કથા પણ આ પુરાણમાં લિખિત છે. આ ગ્રંથમાં અઘોર મંત્રો તથા અઘોર વિદ્યા સાથે સમ્બન્ધમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

12- વરાહ પુરાણ (Varaha Purana)
વરાહ પુરાણમાં 217 સ્કંધ તથા 1000 શ્લોક છે. આ ગ્રંથમાં વરાહ અવતારની કથા સિવાય ભાગવત ગીતા મહામાત્યાનું પણ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. આ પુરાણમાં સૃષ્ટિના વિકાસ, સ્વર્ગ, પાતાળ તથા અન્ય લોકોનું વર્ણન પણ આપવામાં આવ્યું છે. શ્રાદ્ધ પદ્ધતિ, સૂર્યના ઉત્તરાયણ તથા દક્ષિણાયન વિચરણ, અમાસ અને પૂનમ(પૂર્ણમાસી)ના કારણોનું વર્ણન છે. મહત્વની વાત એ છે કે જે ભૂગૌલિક અને ખગોળીય તથ્યો આ પુરાણમાં સંકલિત છે તે તથ્ય પાશ્ચાત્ય જગતના વૈજ્ઞાનિકોએ પંદરમી શતાબ્દી પછી જાણ થયા હતા.

13 સ્કંદ પુરાણ (Linga Purana)–
સ્કંદ પુરાણ સૌથી વિશાળ પુરાણ છે તથા આ પુરાણમાં 81000 શ્લોક અને છ ખંડ છે. સ્કંદ પુરાણમાં પ્રાચીન ભારતનો ભૌગોલિક વર્ણન ચે જેમાં 27 નક્ષત્રો, 18 નદીઓ, અરુણાચલ પ્રદેશનું સૌંદર્ય, ભારતમાં સ્થિત 12 જ્યોતિર્લિંગો, તથા ગંગા અવતરણનું આખ્યાન સામેલ છે. આ પુરાણમાં સ્યાહાદ્રી પર્વત શ્રૃંકલા તથા કન્યા કુમારી મંદિરનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ પુરાણમાં સોમદેવ, તારા તથા તેમના પુત્ર બુદ્ધ ગ્રહની ઉત્પત્તિની અલંકારમયી કથા પણ છે.

14 વામન પુરાણ (Vamana Purana)-
વામન પુરાણમાં 95 અધ્યયા તથા 10000 શ્લોક તથા બે ખંડ છે. આ પુરાણનો પ્રથમ ખંડ જ ઉપલબ્ધ છે. આ પુરાણમાં વામન અવતારની કથા વિસ્તાર પૂર્વક કહેવામાં આવી છે જે ભરૂચકચ્છ(ગુજરાત)માં થયો હતો. તે સિવાય આ ગ્રંથમાં પણ સૃષ્ટિ, જમ્બૂદીપ તથા અન્ય સાત દ્વીપોની ઉત્પત્તિ, પૃથ્વીની ભૌગોલિક સ્થિતિ, મહત્વના પર્વતો, નદીઓ તથા ભારતના ખંડોનો ઉલ્લેખ છે.

15- કૂર્મા પુરાણ (Kurma Purana)–
કૂર્મા પુરાણમાં 18000 શ્લોક તથા ચાર ખંડ છે. આ પુરાણમાં ચારો વેદોનો સાદ સંક્ષિપ્ત રૂપમાં આપવામાં આવ્યો છે. કૂર્મા પુરાણમાં કૂર્મા અવતાર સાથે સંબંધિત સાગર મંથનની કથાનું વિસ્તાર પૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં બ્રહ્મા, શિવ, વિષ્ણુ, પૃથ્વી, ગંગાની ઉત્પત્તિ, ચારેય યુગો, માન જીવનના ચાર આશ્રમ ધર્મો તથા ચંદ્રવંશી રાજાઓ વિશેનું વર્ણન મળે છે.

16 -મત્સ્ય પુરાણ (Matsya Purana)–
મતસ્ય પુરાણમાં 290 અધ્યયા તથા 14000 શ્લોક છે. આ ગ્રંથમાં મતસ્ય અવતારની કથાનો વિસ્તાર પૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૃષ્ટિની ઉત્પત્તિ આપણા સૌર મંડળના બધા ગ્રહો, ચાર યુગો તથા ચંદ્રવશી રાજાઓનો ઈતિહાસ વર્ણિત છે. કચ, દેવયાની, શર્મિષ્ઠા તથા રાજા યયાતિની રોચક કથાઓ પણ આ પુરાણમાં છે.

17- ગરુડ પુરાણ (Garuda Purana)–
ગરુડ પુરાણમાં 279 અધ્યયા તથા 18000 શ્લોક છે. આ ગ્રંથમાં મૃત્યુ પછીની ઘટનાઓ, પ્રેત લોક, યમ લોક, નરક તથા 84યોનીઓના નરક સ્વરૂપી જીવન વગેરે વિશે વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. આ પુરાણમાં અનેક સૂર્યવંશી તથા ચંદ્રવંશી રાજાઓનું વર્ણન પણ મળે છે. સાધારણ લોકો આ ગ્રંથને વાંચતા ખચકાય છે કારણ કે આ ગ્રંથમાં કોઈ પરિચિતના મૃત્યુ પછી વાંચવામાં આવે છે. વાસ્તવમાં આ પુરાણમાં મૃત્યુ પછી પુનર્જન્મ થાય ત્યારે ગર્ભમાં સ્થિત ભ્રૂણની વૈજ્ઞાનિક અવસ્થા સાંકેતિક રૂપમાં વખાણવામાં આવી છે. જેને વૈતરણી નદી વગેરેની સંજ્ઞા આપવામાં આવી છે. સમસ્ત યૂરોપમાં એ સમય સુધી ભ્રૂણના વિકાસ વિશે કોઈ પણ વૈજ્ઞાનિક જાણકારી ન હતી.

18- બ્રહ્માંડ પુરાણ (Brahmanda Purana)-
બ્રહ્માંડ પુરાણમાં 12000 શ્લોક તથા પૂર્વ, મધ્ય તથા ઉત્તર ત્રણ ભાગ છે. એવી માન્યતા છે કે અધ્યાત્મ રામાયણ પહેલા બ્રહ્માંડ પુરાણનો જ એક અંશ હતો જે અત્યાર સુધી પૃથક(અલગ) ગ્રંથ છે. આ પુરાણમાં બ્રહ્માંડમાં રહેલા ગ્રહો વિશેનું વર્ણન છે. અનેક સૂર્યવંશી તથા ચંદ્રવંશી રાજાઓનો ઈતિહાસ સંકલિત છે. સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી લઈને અત્યાર સુધી સાત મનોવન્તર(કાળ) વીતી ચૂક્યા છે જેનું વિસ્તરિત વર્ણન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. પરશુરામની કથા પણ આ પુરાણમાં આપવામાં આવી છે. આ ગ્રંથને વિશ્વનો પ્રથમ ખગોળશાસ્ત્રનો ગ્રંથ પણ કહી શકાય. ભારતના ઋષિ આ પુરાણના જ્ઞાનને ઈન્ડોનેશિયા પણ લઈ ગયા હતા જેના પ્રમાણ ઈન્ડોનેશિયાની ભાષામાં મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.