Smartphone Care: મોટાભાગના લોકોની આદત હોય છે કે રાત્રે સૂતી વખતે ફોન (phone) ચાર્જિંગમાં મૂકી દેવો અને સવારે 100% બેટરી સાથે દિવસની શરૂઆત કરવી.
આપણને લાગે છે કે ફૂલ બેટરી સારી છે, પરંતુ ટેક એક્સપર્ટ્સનું માનવું છે કે તમારી આ આદત ફોનની બેટરી માટે ‘ધીમું ઝેર’ (Slow Poison) સાબિત થઈ શકે છે. લિથિયમ-આયન બેટરીનું વિજ્ઞાન અલગ છે. જો તમે ફોનની બેટરી લાઈફ વધારવા માંગતા હોવ, તો તમારે ‘80% નો નિયમ’ પાળવો જોઈએ.
100% ચાર્જિંગ કેમ નુકસાનકારક છે?
આજના સ્માર્ટફોનમાં લિથિયમ-આયન (Li-ion) બેટરી હોય છે.
કેમિકલ સ્ટ્રેસ: જ્યારે તમે બેટરીને 100% સુધી ચાર્જ કરો છો, ત્યારે તેના આયન્સ પર અત્યાધિક દબાણ અને સ્ટ્રેસ આવે છે. આનાથી બેટરીની કાર્યક્ષમતા ધીમે-ધીમે ઘટતી જાય છે.
ગરમી (Heat): સતત ફૂલ ચાર્જ કરવાથી ફોન (phone) ગરમ થાય છે, જે બેટરીના સેલ્સને કાયમી નુકસાન પહોંચાડે છે.
શ્રેષ્ઠ રેન્જ: નિષ્ણાતોના મતે, ફોનની બેટરી 20% થી 80% ની વચ્ચે હોય ત્યારે સૌથી શ્રેષ્ઠ કામ કરે છે. તેને ક્યારેય 0% સુધી ઉતારવી ન જોઈએ અને 100% સુધી ભરવી ન જોઈએ.
iPhone માં 80% લિમિટ કેવી રીતે સેટ કરવી?
જો તમારી પાસે iPhone 15 અથવા નવી સિરીઝ છે, તો એપલે એક ખાસ ફીચર આપ્યું છે.
સ્ટેપ્સ: Settings > Battery > Battery Health & Charging માં જાઓ.
અહીં તમને ‘80% Limit’ નો વિકલ્પ મળશે. તેને સિલેક્ટ કરો.
આનાથી તમારો ફોન 80% ચાર્જ થયા પછી આપમેળે ચાર્જિંગ બંધ કરી દેશે. જૂના મોડલ્સમાં ‘Optimized Battery Charging’ ઓન રાખવું.
Android ફોનમાં સેટિંગ કેવી રીતે કરવું?
સેમસંગ, પિક્સેલ અને અન્ય એન્ડ્રોઈડ ફોનમાં પણ હવે આ ફીચર આવે છે.
સ્ટેપ્સ: Settings > Battery > Battery Protection (અથવા Protect Battery) માં જાઓ.
અહીં તમને ‘Basic’, ‘Adaptive’ અને ‘Maximum’ પ્રોટેક્શનના વિકલ્પ મળશે.
જો તમે ‘Maximum’ પસંદ કરશો, તો ચાર્જિંગ 80% પર અટકી જશે, જે બેટરીની આવરદા (Lifespan) વર્ષો સુધી વધારી દેશે.
જો તમે દર વર્ષે બેટરી બદલવા કે નવો ફોન લેવા નથી માંગતા, તો આજથી જ આખી રાત ચાર્જિંગ કરવાનું બંધ કરો અને 80% લિમિટનું સેટિંગ ચાલુ કરી દો.


