સુરતની હોસ્પિટલ અવાર-નવાર કઇંકના કઇંક કારણને લઈને ચર્ચામાં આવી રહી છે. ત્યારે વધુ એક વખત ચર્ચામાં આવી છે. હોસ્પિટલના બીજા માળે હરણ્યા અને પ્રોસ્ટેટની સારવારના વોર્ડમાં રાત્રે શ્વાન પ્રેવેશી ગયો હતો. અગાઉ સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં શ્વાન ફરતા હોવાની ઘટનાઓ સામે આવી ચુકી છે. ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે સિવિલ પ્રશાસન સામે સવાલો ઉઠાવ્યા છે. સામે પક્ષે સિવિલના સુપ્રીટેન્ડેન્ટ જવાબ આપ્યો હતો કે આખી રાત દરેક વોર્ડમાં ગાર્ડ હોય છે જેથી શ્વાનના પ્રવેશવાની કોઈ શકયતા જ નથી. જોકે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો સુપ્રિટેન્ડન્ટના જવાબ પર પણ સવાલ ઉભા કર્યા છે.
સિવિલના વોર્ડમાં શ્વાન પ્રવેશીને આંટા મારી રહ્યો હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં હદ તો ત્યારે થઇ કે, નર્સિંગ સ્ટાફ પણ કૂતરાને વોર્ડમાંથી બહાર કાઢવાની તસ્દી નથી લઈ રહ્યાં.સિવિલ હોસ્પિટલમાં દરવાજે સિક્યુરિટી ગાર્ડ છે. છતાં શ્વાન વોર્ડમાં ઘુસી ગયો. ખરેખર યોગ્ય બાબત નથી. વીડિયો ઉતારનાર જ્યારે ત્યાં કામ કરતા વોર્ડબોયને પૂછે છે કે, આવી જ રીતે શ્વાન ઘૂસી આવે છે. તો તે ઈશારો કરીને માથું હલાવીને હા કહે છે. ભૂતકાળમાં પણ પીએમ રૂમમાંથી કુતરાઓ માંસનો ટૂકડો લઈને બહાર જતા હોવાના પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા.
આ બાબતે સિવિલ હૉસ્પિટલના ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ ગણેશ ગોવેકરને પૂછવામાં આવ્યું તો જાણે તેમને આ બાબતને કોઈ જાણ જ ન હોય અને એકદમ સહજતાથી જવાબ આપી દીધો કે, વોર્ડમાં સ્થાન ન આવી કે, અમે દરેક વોર્ડમાં ગાર્ડ રાખ્યા છે. તેઓ શ્વાનને અંદર આવવા દેતા નથી. જોકે વાઈરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, શ્વાન વોર્ડમાં બિન્દાસ્ત રીતે ફરી રહ્યું છે અને તંત્રની બેદરકારી છતી થઈ રહી છે.
આ પણ વાંચો:ડીસા-ભીલડી હાઈ-વે પર લગ્ન મંડપમાં ભભૂકી ઊઠી આગ, લોકોમાં મચી દોડધામ
