Gujarat News : દિવાળીના પર્વ પર લોકોએ પોતાના ઘરે પરિવાર સાથે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી પણ લોકો માટે ‘સંજીવની’ ગણાતી 108 દિવસ-રાત દોડતી રહી હતી. 108ના સ્ટાફે એક જ દિવસમાં 4889 કોલ એટેન્ડ કર્યા હતા. સામાન્ય દિવસો કરતાં દિવાળીના દિવસે 108ને સાડા આઠ ટકા વધુ કોલ મળ્યા હતા. જેમાં દાઝવાના 38 જ્યારે અકસ્માતના 921 કોલ મળ્યા હતા. અમદાવાદ જિલ્લામાં સામાન્ય દિવસો કરતાં દિવાળીએ ટોટલ ઈમર્જન્સી કોલમાં ઘટાડો નોંધાયો હતો.
દિવાળીના પર્વ પર 108 દ્વારા રાજ્યમાં કુલ કેટલા ઈમર્જન્સી કોલ એટેન્ડ કર્યા? જિલ્લાવાઈઝ તૈનાત 108ની ટીમોએ કેટલા કોલ એટેન્ડ કર્યા? રાજ્યમાં દિવાળીના પર્વ પર મારામારી અને અકસ્માતના ઈમર્જન્સી કોલમાં કેટલો વધારો થયો? તેની આગળ સ્ટોરીમાં વાત કરીએ.રાજ્યમાં 108 સેવાને સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 4504 ઈમર્જન્સી કોલ મળતા હોય છે. તેના બદલે દિવાળીના દિવસે 4889 ઈમર્જન્સી કોલ મળ્યા હતા.
જે સામાન્ય દિવસો કરતાં 8.55 ટકા વધુ હતા.દિવાળીના પર્વ પર ફટાકડાના કારણે અને અન્ય દાઝી જવાના બનાવમાં પણ વધારો થયો હતો. એક જ દિવસમાં 108ને દાઝી જવાના 38 કોલ મળ્યા હતા. સૌથી વધુ અમદાવાદમાં 8, સુરતમાં 6 અને ભરૂચમાં 5 કોલ મળ્યા હતા.
આ પણ વાંચો:સુરત ક્રિકેટ સ્ટેડિયમના પ્રમુખ સામે ફરિયાદના કેસમાં તપાસ શરૂ
આ પણ વાંચો:સુરતમાં દીપડો સાત વર્ષના બાળકને ખેચી ગયો, કુટુંબ આઘાતમાં
આ પણ વાંચો:સુરતના નકલી PSIને ભાવનગર પોલીસે ઝડપ્યો, સોનીને ધમકી આપી રૂપિયા પડાવતો
