Viral Video/ શ્વાન અને વાનર એકસાથે નીકળ્યા દુકાન લૂંટવા, વીડિયો જોઈને તમે પણ આપશો દોસ્તીનું ઉદાહરણ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વાનર અને શ્વાનની મિત્રતા જોવા મળી રહી છે.

Trending Videos
વાનર

જાનવરોને લગતા ઘણા ફની વીડિયો સોશિયલ મીડિયા પર રોજેરોજ વાયરલ થાય છે. તેને જોઈને કોઈ પણ પોતાનું હસવું રોકી શકતા નથી. યુઝર્સ આ વીડિયોને ખૂબ શેર પણ કરે છે. પ્રાણીઓના તોફાન અને મસ્તીનો વીડિયો આપણને બધાને ગમે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં વાનર અને શ્વાનની મિત્રતા જોવા મળી રહી છે. જ્યારે આપણે પહેલાથી જ શ્વાન અને વાંદરાઓ વચ્ચેની દુશ્મની વિશે સાંભળતા આવ્યા છીએ.

વાયરલ થયેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વાનર અને એક શ્વાન એક દુકાન પર ઉભા છે. દુકાનદાર અંદરથી ગ્રાહકોને સામાન આપવામાં વ્યસ્ત છે. દુકાનની બહાર લટકેલા ચિપ્સના પેકેટ પર વાંદરાની નજર ટકેલી છે. વાંદરાને મોકો મળતા જ તે શ્વાનની પીઠ પર ચઢી જાય છે અને તે ચિપ્સના પેકેટ તરફ કૂદી પડે છે. તેનો પ્રયાસ પહેલા તો નિષ્ફળ જાય છે પરંતુ તે હિંમત હારતો નથી અને ફરી એકવાર શ્વાનની પીઠ પર ચઢી જાય છે અને તે ચિપ્સના પેકેટ ફાડવાનો પ્રયાસ કરે છે.

આ વાયરલ વીડિયો સુભાષ શર્મા નામના યુઝરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ કર્યો છે. આ સાથે તેણે કેપ્શન લખ્યું છે- હાથ લંબાવો, કોઈ એકલા થાકી જશે, સાથે મળીને લૂંટ મચાવો.

આ પણ વાંચો:રસ્તા પર છોકરીઓ બનાવી રહી હતી રિલ્સ, અચાનક શ્વાને મોબાઈલ પર કર્યો પેશાબ

આ પણ વાંચો:શ્વાને વાઘના બચ્ચાને આ રીતે કર્યો પ્રેમ, પછી બદલામાં વાઘે પણ આપી અદ્ભુત ભેટ!

આ પણ વાંચો:‘તારા કરતાં કિયારા અડવાણી સારી છે…’, પતિની આ વાતથી ગુસ્સે થઈ પત્ની અને પછી જે થયું…

આ પણ વાંચો:વિન્ડો સીટ માટે બે પરિવાર વચ્ચે ઝપાઝપી, જુઓ મહિલાના કપડા નીકળી ગયા તો પણ ન થયા શાંત