Not Set/ કૂતરાની પૂંછડી વાંકી -પાકિસ્તાને ફરી યુદ્ધ વિરામનું કર્યુ ઉલ્લંઘન, 1 ભારતીય જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન જાણે પાગલ જ થઇ ગયુ છે. પીઓકેમાં આતંકવાદી સંગઠનને એક કરવાની સાથે, પાકિસ્તાન સતત સીમા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. શનિવારે પણ પાકિસ્તાનની સેનાએ રાજૌરીનાં નૌશેરા સેક્ટરમાં ફાયરિંગ કરી મોર્ટાર ચલાવ્યાં હતાં. ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાના આ નફરતથી ભરેલા કૃત્યનો યોગ્ય જવાબ આપ્યો. આ ફાયરિંગમાં સેનાનો લાન્સ નાયક […]

India
naushera કૂતરાની પૂંછડી વાંકી -પાકિસ્તાને ફરી યુદ્ધ વિરામનું કર્યુ ઉલ્લંઘન, 1 ભારતીય જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન જાણે પાગલ જ થઇ ગયુ છે. પીઓકેમાં આતંકવાદી સંગઠનને એક કરવાની સાથે, પાકિસ્તાન સતત સીમા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. શનિવારે પણ પાકિસ્તાનની સેનાએ રાજૌરીનાં નૌશેરા સેક્ટરમાં ફાયરિંગ કરી મોર્ટાર ચલાવ્યાં હતાં. ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાના આ નફરતથી ભરેલા કૃત્યનો યોગ્ય જવાબ આપ્યો. આ ફાયરિંગમાં સેનાનો લાન્સ નાયક સંદીપ થાપા શહીદ થયો હતો.

એક અહેવાલ મુજબ, રાજૌરીનાં નૌશેરા સેક્ટરમાં શનિવારે સવારે 6:30 કલાકે પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. આ ફાયરિંગમાં ભારતીય સેનાનાં લાન્સ નાયક સંદીપ થાપા શહીદ થઇ ગયા છે. પાકિસ્તાન તરફથી ફાયરિંગ ચાલુ છે, જેને ભારતીય સેના સતત લડત આપી રહી છે. શુક્રવારે ભારતે પાકિસ્તાનને વાર્તાલાભ શરૂ કરવા સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, વાર્તાલાભ શરૂ કરવા માટે પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને હિંસાને ટેકો આપતી નીતિ બંધ કરવી પડશે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં કાયમી પ્રતિનિધિ, સૈયદ અકબરુદ્દીને અહીં પત્રકારોને કહ્યું, “પાકિસ્તાને સંવાદ શરૂ કરવા માટે પહેલા આતંકવાદ બંધ કરવો જ જોઇએ.” તેમણે કહ્યું કે, કોઈપણ લોકશાહી દેશ આતંકવાદને ટેકો આપતી નીતિ સ્વીકારશે નહીં. તેમણે પાકિસ્તાનને કહ્યું કે, “અમે શિમલા કરાર માટે પ્રતિબદ્ધ છીએ અને અમને આશા છે કે પાકિસ્તાને પણ આવું કરવું જોઈએ.” અકબરુદ્દીને કહ્યું કે પાકિસ્તાનની હરકતોથી લાગે છે કે તે કરાર માટે પ્રતિબદ્ધ નથી. .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.