Not Set/ પતિએ પત્નિ સાથેની અંતરંગ પળોનું લાઇવ ટેલીકાસ્ટ કર્યું,પોર્ન સાઇટ પર વીડીયો જોતા જ પત્નિના હોશ ઉડ્યા

હૈદરાબાદ, પતિ-પત્નીની વચ્ચેનો સંબંધ વિશ્વાસ પર ટકેલો રહે છે,પરંતું આ રીલેશનમાં કોઇ પણ એક તરફથી ભરોસો તોડવામાં આવે ત્યારે કેવો અંજામ આવે તેનો કિસ્સો સામે આવ્યો છે.  હૈદરાબાદમાં જ્યાં એક પતિએ તેની પત્નીનાં વિશ્વાસનું જ ખૂન કરી કર્યું હતું. હૈદરાબાદનાં એક સોફ્ટવેર એન્જિનિયર સાથે પીડિત મહિલાનાં લગ્ન થયા હતાં.જો કે લગ્નના કેટલાંક સમય બાદ પતિની હરકતો અને આદતો ભેદી થઇ […]

India
aaaam 11 પતિએ પત્નિ સાથેની અંતરંગ પળોનું લાઇવ ટેલીકાસ્ટ કર્યું,પોર્ન સાઇટ પર વીડીયો જોતા જ પત્નિના હોશ ઉડ્યા

હૈદરાબાદ,

પતિ-પત્નીની વચ્ચેનો સંબંધ વિશ્વાસ પર ટકેલો રહે છે,પરંતું આ રીલેશનમાં કોઇ પણ એક તરફથી ભરોસો તોડવામાં આવે ત્યારે કેવો અંજામ આવે તેનો કિસ્સો સામે આવ્યો છે.

 હૈદરાબાદમાં જ્યાં એક પતિએ તેની પત્નીનાં વિશ્વાસનું જ ખૂન કરી કર્યું હતું. હૈદરાબાદનાં એક સોફ્ટવેર એન્જિનિયર સાથે પીડિત મહિલાનાં લગ્ન થયા હતાં.જો કે લગ્નના કેટલાંક સમય બાદ પતિની હરકતો અને આદતો ભેદી થઇ ગઇ હતી.પતિની આવી હરકતો પત્નિને દુવિધામાં મુકતી હતી. દિવસ વિતતા ગયા પણ પતિની કેટલીક આદત અને હરકતથી પત્ની અસમંજસમાં હતી અને બંને વચ્ચે બેડરૂમની તિરાડ મોટી થઇ ગઇ હતી.

આ દરમિયાન પત્નીએ પતિનાં મોબાઇલ પર તેનાં એકાઉન્ટમાં એક મોટી રકમ ક્રેડિટ થતાં જોઇ.આ રકમ પતિ જ્યાં કામ કરતો હતો તેની કંપની તરફથી નહોતી આવી.આ રકમ વિશે પતિને પુછવા પર તે ટાળતો હતો.અચાનક જ એક દિવસ પીડિતાની મુલાકાત તેની મિત્ર સાથે થઇ.

પીડીતા પત્નિને તેની મિત્રએ એવી ચોંકાવનારી વાત કરી કે તેના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી.આ મિત્રનું કહેવું હતું કે તેણીએ પીડીતાના પતિના કેટલાંક અશ્લીલ વીડીયો પોર્ન સાઇટ પર જોયા છે.જોવાની વાત એ હતી કે પતિએ પત્નિએ સાથેની તેની અંગત પળોને રેકોર્ડ કરી હતી અને તેને પોર્ન સાઇટ પર મુકી હતી.પત્નિએ જ્યારે પોતાના જ પતિ સાથેની બેડરૂમની પળોને પોર્ન સાઇટ પર જોઇ ત્યારે તેની હાલત ખરાબ થઇ ગઇ હતી.આ વીડીયોમાં પતિનો ચહેરો બ્લર કરેલો હતો જ્યારે પત્નિનું શરીર જોવા મળતું હતું.

પત્નિએ આ વીડીયો જોયા એ પછી પોલિસ ફરિયાદ કરી છે જેમાં જણાવ્યું છે કે તેના પતિએ જ તેમની અંતરંગ પળોનો વીડીયો ઉતારી પોર્ન સાઇટ પર મુક્યો હતો.

પીડીતાએ પોલિસ ફરિયાદ કર્યા પછી પતિએ ઉલટા ચોર કોટવાલ કો દાંટે એ ન્યાયે પત્નિ પર પ્રતિ આક્ષેપ કર્યો હતો.પતિનું કહેવું હતું કે તેની પત્નિનો જે વીડીયો છે તે કોઇ બીજા પુરુષ સાથેનો છે.

પોલિસ તપાસમાં માલૂમ પડ્યું કે આ વીડિયો થ્રિસૂરથી પોર્ન વેબસાઇટ પર લોડ થયા છે.વીડિયોમાં ફક્ત પીડિતાનો ચહેરો જોવા મળે છે.પોલીસનાં પતિનાં એકાઉન્ટમાં જ્યાં જ્યાંથી રકમ ક્રેડિટ થતી હતી તે તમામ સ્ત્રોતની તપાસ કરવામાં આવી. જેમાં આ રહસ્ય ખુલ્યુ કે હૈદરાબાદનાં આ સોફ્ટવેર એન્જીનિયર એક પોર્ન વેબસાઇટ માટે મેલ એસ્કોર્ટનાં રૂપમાં કામ કરતો હતો.

આરોપી તેની પત્નીની સાથે શારીરિક સંબંધ બનાવવા દરમિયાન લેપટોપ પર કોઇ ફિલ્મ ચલાવીને રાખતો હતો. અને તે વેબકેમ દ્વારા તેની અંતરંગ પળોને લાઇવ સ્ટ્રીમ કરતો હતો.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.