America/ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના કાર્યકાળના અંતિમ દિવસે 100 લોકોને માફીની જાહેરાત કરી શકે છે

ડોનાલ્ડ ટ્રમ્પ તેમના કાર્યકાળના અંતિમ દિવસે 100 લોકોને માફીની જાહેરાત કરી શકે છે

Top Stories World
crime 14 ડોનાલ્ડ ટ્રમ્પ તેમના કાર્યકાળના અંતિમ દિવસે 100 લોકોને માફીની જાહેરાત કરી શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં તેમના કાર્યકાળના અંતિમ દિવસે 100 લોકોને માફ કરવાની તૈયારી કરી છે. સીએનએન આ મામલે પરિચિત ત્રણ લોકોના હવાલાથી કહે છે કે જેમને માફી મળી શકે છે તેમાં સફેદ પોશ ગુનેગારો, પ્રખ્યાત રેપર્સ અને અન્ય લોકો શામેલ છે. નિષ્ણાતો માને છે કે તેઓ આવું એટલા માટે કરી રહ્યા છે કે જેથી કરી પદ પરથી હટાવ્યા પછી આ લોકો તેમને મદદ કરશે.

નિષ્ણાંતો માને છે કે આ પદ નીચે ઉતર્યા પછી લોકોને પોતાની તરફ ખેચવાનો આ એક પ્રયાસ છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે રવિવારે વ્હાઇટ હાઉસ ખાતે આ અંગેની સૂચિને અંતિમ સ્વરૂપ આપવા એક બેઠક મળી હતી. બે અઠવાડિયા પહેલા ટ્રમ્પે કેપિટોલ હિલમાં હિંસા બાદ યોગ્યતાની સૂચિ પર પૂર્ણ  વિરામ મુક્યું હતું.  પરંતુ ટ્રમ્પ પર કેપિટોલ હિલ  પર હંગામો કરવા માટે તેના સમર્થકોને ઉશ્કેરવાનો આરોપ મૂકાયા બાદ તે સૂચિ પર ફરી કામગીરી  શરૂ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે કેપિટોલ હિલ પર થયેલી હિંસા પછી ટ્રમ્પના ઘણા સલાહકારોએ તેમને માફ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, નહીં તો તેઓ પોતે પણ આ કૃત્ય માટે દોષી હોવાનું માને છે. હિંસા કરનારા કોઈપણ ને માફી ન આપવાની પણ સલાહ આપવામાં આવી હતી.

Maharastra / પંચાયતની ચૂંટણી: શિવસેના 3113 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બન્ય…

America / બિડેન પદગ્રહણ : વોશિંગ્ટનમાં ઇરાક અને અફઘાનિસ્તાન કરતાં વધુ …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…