શેરબજારમાં ચોક્કસપણે જોખમી વાતાવરણ છે, પરંતુ કેટલાક શેરો તેમના રોકાણકારોને ક્ષણવારમાં માલંમાલ બનાવી દે છે. ટાટા ગ્રૂપ અને અદાણી ગ્રૂપના કેટલાક એવા શેર છે, જેણે છેલ્લા એક મહિનામાં તેમના રોકાણકારોના નાણાં લગભગ ડબલ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપની કંપની અદાણી પાવરે માત્ર એક મહિનામાં જ તેના રોકાણકારોના પૈસા લગભગ બમણા કરી દીધા છે.
આજે પણ અદાણી ગ્રુપના શેરમાં 90.23 ટકાનો વધારો જોવા મળ્યો હતો. અદાણી પાવરના શેરનો ભાવ એક મહિનામાં રૂ. 121.80 થી વધીને રૂ. 231.50 થયો હતો. તો ગ્રુપની એક કંપનીએ પણ એક મહિનામાં 84 ટકાનું જબરદસ્ત વળતર આપ્યું છે.
અદાણી ગ્રુપના શેરોએ કર્યો કમાલ
અદાણી ગ્રુપના અદાણી વિલ્મરના શેરે કમાલ કરી દીધો છે. નબળા લિસ્ટિંગ બાદ આ સ્ટોક રોકેટની ગતિએ આગળ આવ્યો છે. આ સ્ટોક તેની લિસ્ટિંગ કિંમતથી લગભગ અઢી ગણો વધી ગયો છે, તેણે માત્ર એક મહિનામાં 74 ટકાનું બમ્પર વળતર આપ્યું છે. આજે આ શેર રૂ. 599 પર ટ્રેડ થઈ રહ્યો છે.
ટાટા ગ્રૂપની TTML કરી રહી છે પૈસાનો વરસાદ
ટાટા ગ્રુપની કંપની TTML પણ તેના રોકાણકારો પર પૈસાનો વરસાદ કરી રહી છે. માત્ર એક મહિનામાં જ આ કંપનીના શેરે જંગી નફો કરતા 83 ટકાથી વધુ વળતર આપ્યું છે. આજે ટીટીએમએલના શેરની કિંમત રૂ. 108.25 થી રૂ. 198.75 સુધી ટ્રેડ થઈ રહી છે.
જબરદસ્ત નફો આપતી કંપનીઓની યાદીમાં બ્રાઈટકોમ ગ્રુપ પણ ટોચ પર છે. એક મહિનામાં ઉત્તમ વળતર આપતા આ કંપનીના શેર રૂ. 58.35 થી વધીને રૂ. 96.90 થયા છે. એટલે કે આ શેરે આટલા ટૂંકા ગાળામાં 66 ટકાનું વળતર આપ્યું છે.
આ સ્ટોક્સમાં છે સંભાવના
ફરી એકવાર અદાણી ગ્રુપ મજબૂત નફો કરતી કંપનીઓની યાદીમાં આગળ ચાલી રહી છે. અદાણી ગ્રૂપની કંપની અદાણી ટોટલ ગેસે પણ છેલ્લા એક મહિનામાં રોકાણકારોના પૈસા દોઢ ગણાથી વધુ કર્યા છે. આજે એટલે કે મંગળવારે પણ આ સ્ટોક 2599.80 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે એક મહિના પહેલા તેની કિંમત 1661.85 રૂપિયા હતી.
આ પણ વાંચો: અનંતનાગમાં પોલીસને સફળતા, કારમાંથી મળી આવ્યા હથિયારો અને દારૂગોળો
આ પણ વાંચો: ચેન્નાઈનો ‘દશેરાએ ઘોડો નહીં’ દોડે સૌથી મોંઘો ખેલાડી ઈજાગ્રસ્ત!
આ પણ વાંચો: UP MLC ચૂંટણીમાં BJPની ભવ્ય જીત, સમાજવાદી પાર્ટીનો થયો સફાયો
આ પણ વાંચો: આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની જાહેરાત, સરકારી હોસ્પિટલોમાં બૂસ્ટર ડોઝ મળશે ફ્રી
