ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ (ડીપીઆઇઆઇટી) ના સચિવ ગુરુપ્રસાદ મહાપત્રા શનિવારે કોરોના ના કારણે અવસાન પામ્યા હતા. 59 વર્ષીય મહાપત્રાને 19 એપ્રિલના રોજ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ભારત સરકારના પ્રથમ સચિવ છે જેમનું કોવિડનું નિધન થયું છે. કોરોનાની બીજી લહેર દરમિયાન, તે દેશભરમાં પ્રવાહી ઓક્સિજન ગેસના સપ્લાય પર નજર રાખતા હતા.
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર દુ :ખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી છે. 1986 ની બેચના (ગુજરાત કેડર) ભારતીય વહીવટી સેવા (આઈએએસ) ના અધિકારી મહાપત્રાને વર્ષ 2019 માં ડીપીઆઇઆઇટી સચિવની જવાબદારી સોંપવામાં આવી હતી. તે મૂળ ઓરિસ્સાના હતા અને વાણિજ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી અને એરપોર્ટ ઓથોરિટીઓ ફ ઈન્ડિયાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા.
રાષ્ટ્રપતિ કોવિંદે ટ્વિટ કર્યું હતું કે, ‘ડીપીઆઇઆઇટી સચિવ ગુરુપ્રસાદના અકાળ અવસાનથી દુ :ખી છું . તે એક ઉત્તમ અધિકારી હતા તેમની કામ કરવાની શૈલી અને જાહેર સેવા પ્રત્યેનું સમર્પણ અનુકરણીય છે. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, ‘ડો. ગુરુપ્રસાદના અવસાનથી શોક. અમે તેમની સાથે ગુજરાતમાં અને કેન્દ્રમાં લાંબા સમય સુધી કામ કર્યું છે. તેમની વહીવટી સમજ આશ્ચર્યજનક હતી. હું તેના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું . ઓમ શાંતિ.
તેમના અવસાનના સમાચાર આવતા ગૃહમત્રી અમિત શાહ,સહિત અનેક કેન્દ્રીયમંત્રીઓએ શ્રદ્વાંજલિ આપી હતી.તે શ્રેષ્ઠ અધિકારી હતા તેમની કામ કરવાની આગવી શૈલીથી જાણીતા હતા.
