Not Set/ મુળીના સરા ગામે પાણી નિકાલનો રસ્તો બંધ ,ગ્રામજનોને હાલાકી

મુળી તાલુકાનાં સરા ગામે વરસાદનાં પાણીનાં કુદરતી વહેણને બંધ કરવામાં આવતાં હાલ ગ્રામજનો ને હાલાકી ભોગવવી પડે રહી છે. સરામાં વરસાદનાં પાણીનાં વહેણને અટકાવવામાં આવેલ છે, આ રસ્તા

Gujarat
sara 3 મુળીના સરા ગામે પાણી નિકાલનો રસ્તો બંધ ,ગ્રામજનોને હાલાકી

દેવજી ભરવાડ, મંતવ્ય ન્યુઝ@ સુરેન્દ્રનગર

મુળી તાલુકાનાં સરા ગામે વરસાદનાં પાણીનાં કુદરતી વહેણને બંધ કરવામાં આવતાં હાલ ગ્રામજનો ને હાલાકી ભોગવવી પડે રહી છે. સરામાં વરસાદનાં પાણીનાં વહેણને અટકાવવામાં આવેલ છે, આ રસ્તા ઉપર પ્રાથમિક શાળા અને દુકાનો આવેલ છે. અનેક વિધાર્થીઓને શાળા એ જતી વખતે ભરાયેલા પાણી માં થ‌ઈ ને જવું પડે તેવી નોબત આવી છે.

sara 1 મુળીના સરા ગામે પાણી નિકાલનો રસ્તો બંધ ,ગ્રામજનોને હાલાકી

વધું પ્રાપ્ય વિગત મુજબ આ વરસાદ નાં પાણી નો નિકાલ કુદરતી વહેણ હોય અને સરકારી ખરાબાની જગ્યાએ થી ચાલતું હોય તેમ છતાં સરા ગામમાં નાં વ્યક્તિ એ વહેણ માં માટી પથ્થરનાં ટ્રેક્ટર ખાલી કરી આડશ ઊભી કરતાં હાલ બજારમાં પાણી ભરાયાં છે, અને અનેક રાહદારીઓ અને ગ્રામજનો ને મુશ્કેલી વેઠવી પડે છે.

sara2 મુળીના સરા ગામે પાણી નિકાલનો રસ્તો બંધ ,ગ્રામજનોને હાલાકી

 

જો આ વહેણને ખુલ્લું કરવામાં નહીં આવે તો રોગચાળો પણ ફેલાવાનો ભય ગ્રામજનો એ વ્યક્ત કર્યો છે. તો સરા ગામ પંચાયતનાં સતાધીશો આ વહેણ ચાલુ કરાવવા આ આડશો ને દૂર ખસેડવામાં આવે અને આડશ ઉભી કરનાર શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

majboor str 18 મુળીના સરા ગામે પાણી નિકાલનો રસ્તો બંધ ,ગ્રામજનોને હાલાકી