USA/ પીવાનું પાણી પણ જામી ગયું, ઘરની અંદર પંખા પર બરફના સ્તર જોવા મળ્યા, જાણો આવું કઇ જગ્યાએ થયું?

દુનિયાના સુપરપાવર અમેરિકામાં લોકોની મુશ્કેલીઓ ખતમ કરવાનું નામ નથી લઈ રહી. કોરોના પછી, ઠંડીએ હવે લોકોને હાલાકીમાં મુકી દીધા છે. સૌથી ખરાબ હાલત ટેક્સાસમાં છે. અહીં ઘરની અંદર સુધી બરફ જામી ગયો છે. ઘરની અંદર પંખા પર બરફના પડ જામી ગયા છે. ઠંડીને કારણે લોકો તેમના ઘરો અને કારમાં ઠુઠવાઇ રહ્યા છે. આ શખ્સે પૂર્વ […]

World

દુનિયાના સુપરપાવર અમેરિકામાં લોકોની મુશ્કેલીઓ ખતમ કરવાનું નામ નથી લઈ રહી. કોરોના પછી, ઠંડીએ હવે લોકોને હાલાકીમાં મુકી દીધા છે. સૌથી ખરાબ હાલત ટેક્સાસમાં છે. અહીં ઘરની અંદર સુધી બરફ જામી ગયો છે. ઘરની અંદર પંખા પર બરફના પડ જામી ગયા છે. ઠંડીને કારણે લોકો તેમના ઘરો અને કારમાં ઠુઠવાઇ રહ્યા છે.

આ શખ્સે પૂર્વ પ્રેમિકાને ડેટ પર લઇ જવા માટે એવું કામ કર્યુ કે તમામ લોકો જોતા જ રહી ગયા…

ખોરાક માટે લાંબી લાઇનો
ટેક્સાસમાં પાણી અને વીજળીનું સંકટ છે. સરકાર દ્વારા હવે લોકોને ભોજનના પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ માટે લાંબી લાઇનો લાગી રહી છે. બરફવર્ષાને કારણે ઇલેક્ટ્રિકલ ગ્રીડ નિષ્ફળ ગઈ છે. આને કારણે રાજ્યના મોટા ભાગમાં 5 દિવસથી વીજળી અને ગેસ સપ્લાય પૂરવઠો બંધ થયો છે.

फोटो टेक्सास की है। यहां सड़कों पर बर्फ की मोटी चादर बिछ गई है।

ઠંડકને કારણે હીટર કામ કરી રહ્યું નથી. લોકો ઠંડીથી બચવા માટે ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. આમાં કાર્બન મોનોક્સાઇડમાં વધારો થયો અને ઘણા લોકોના મોત ગયા. કેટલાક હાયપોથર્મિયાથી મરી ગયા. ઓહિયો સહિત અનેક આવી ઘટનાઓમાં અત્યાર સુધી 58 લોકોનાં મોત નીપજ્યાં છે.

पानी की सप्लाई नहीं होने के बाद काफी लोग बर्फ इकट्ठा कर उसे गर्म कर उस पानी से काम चला रहे हैं।

તીવ્ર ઠંડીને કારણે ટેક્સાસમાં પાણી પુરવઠાની પાઈપો ફાટી નીકળી હતી, જેના કારણે રાજ્યની 2.9 કરોડ જનતામાંથી અડધા ભાગની જનતા જળ સંકટથી પીડાય છે. હ્યુસ્ટનના સ્ટેડિયમની બહાર સેંકડો લોકો પાણીની બોટલ મેળવવા માટે ઉભા છે.

बर्फबारी से हर कोई परेशान है। लोग अपने घर के बाहर से बर्फ की चादर हटाने की कोशिश कर रहे हैं, ताकि आने-जाने का रास्ता साफ हो सके।

જે વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાઈ રહ્યો છે, લોકો બરફ એકઠા કરી ઓગાળી રહ્યા છે, તેમ છતાં, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આમ કરવાથી તેઓ જોખમમાં મુકાય શકે છે. ઘણા લોકો બરફ એકત્રિત કરીને તેને ગરમ કરી રહ્યા છે અને તે પાણીથી કામ ચલાવી રહ્યા છે.