સીતાપુર જિલ્લામાં દારુના નશામાં ચકચૂર પુત્રએ પોતાના જ પરિવારની પીખી નાખ્યો. આ આખો મામલો સીતાપુર જિલ્લાના રામપુર મથુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પલ્હાપુર ગામનો છે. આ બનાવમાં 42 વર્ષીય અનુરાગ ઠાકુર નામનો શખ્સ પોતાના પરિવાર સાથે ગામમાં રહેતા હતા. અનુરાગ ઠાકુર દરરોજ દારૂના નશામાં તેના ઘરે આવતો હતો જેના કારણે તેની પત્ની અને માતા સાથે ઝઘડો થતો હતો. દારૂ પીવાના કારણે પરિવારમાં ઝઘડો વધી રહ્યો હતો. આવી સ્થિતિમાં પરિવારના સભ્યોએ તેને વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ કરાવવાનું નક્કી કર્યું.
શુક્રવારે રાત્રે પણ અનુરાગ નશામાં ઘરે આવ્યો હતો. જ્યારે તે દારૂ પીને ઘરે પહોંચ્યો ત્યારે તેની માતા અને પત્ની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. રાત્રે તમામ લોકો વચ્ચે ઝઘડો થયો હતો. રાત્રે ઝઘડા થયા બાદ લોકો સુઈ ગયા હતા. જ્યારે પરિવારના તમામ સભ્યો સૂતા હતા, ત્યારે અનુરાગ લગભગ 5 વાગ્યે જાગી ગયો અને તેણે તેની માતા સાવિત્રી દેવી (65), પત્ની પ્રિયંકા (40), 12 વર્ષની પુત્રી અશ્વિની અને તેના અન્ય બે બાળકોને ગોળી મારી દીધી.
પોતાને પણ માળી ગોરી
માતા, પત્ની અને બાળકોને ગોળી માર્યા બાદ અનુરાગે પોતાને પણ ગોળી મારી દીધી હતી. ગોળી વાગવાથી તમામ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ગોળીનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘરમાં અલગ-અલગ જગ્યાએ મૃતદેહો જોયા બાદ પોલીસને જાણ કરી હતી.
માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કરતાં તમામ મૃતદેહોને પોતાના કબજામાં લઈ લીધા. આ અંગે સીતાપુરના પોલીસ અધિક્ષકે માહિતી આપી હતી કે અનુરાગ નામના વ્યક્તિએ તેના પરિવારના 5 સભ્યોની હત્યા કર્યા બાદ પોતાને ગોળી મારી દીધી હતી. ઘરમાંથી તમામના મૃતદેહ મળી આવ્યા છે. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જરૂરી કામગીરી કરવામાં આવશે.
