Not Set/ દિલ્હીમાં ભારે ધુમ્મસ.30 ફ્લાઇટ પર અસર,ટ્રેનો મોડી પડી 

દિલ્હી દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને  કડકડતી ઠંડીના કારણે જનજીવન ખોરવાયું  છે.સાથે સાથે હવાઈ વ્યવહાર, વાહન વ્યવહાર અને રેલ્વે રૂટ પર પણ ભારે અસર જોવા મળી છે. દિલ્હીમાં ધુ્મ્મસના કારણે ૩૦ જેટલી ફ્લાઈટ તેના સમય  કરતા મોડી પડી હતી. અને ૩ ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. જયારે ૩૯ જેટલી ટ્રેન મોડી અને ૫ ટ્રેનો ને રદ કરવામાં […]

India
27454 db252f83a2923275995bd9eacadb1bb6 દિલ્હીમાં ભારે ધુમ્મસ.30 ફ્લાઇટ પર અસર,ટ્રેનો મોડી પડી 

દિલ્હી

દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને  કડકડતી ઠંડીના કારણે જનજીવન ખોરવાયું  છે.સાથે સાથે હવાઈ વ્યવહાર, વાહન વ્યવહાર અને રેલ્વે રૂટ પર પણ ભારે અસર જોવા મળી છે.

દિલ્હીમાં ધુ્મ્મસના કારણે ૩૦ જેટલી ફ્લાઈટ તેના સમય  કરતા મોડી પડી હતી. અને ૩ ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. જયારે ૩૯ જેટલી ટ્રેન મોડી અને ૫ ટ્રેનો ને રદ કરવામાં આવી છે. ઠંડી સાથે ગાઢ ધુમ્મસથી અન્ય રાજ્ય ઉપર પણ મોટી અસર જોવા મળી હતી.

images 25 દિલ્હીમાં ભારે ધુમ્મસ.30 ફ્લાઇટ પર અસર,ટ્રેનો મોડી પડી 

રાજકોટ દિલ્હી વચ્ચેનો ફ્લાઇટ વ્યવહાર પણ ખોરવાયો છે.રાજકોટ દિલ્હી વચ્ચેની બે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે ઠંડીનુ પ્રમાણ વધ્યું છે. ઉત્તરાખંડના બદ્રીનાથમાં માઈનસ ૯ અને કેદારનાથમાં માઈનસ ૧૪ ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. તો જમ્મુ કાશ્મીરના કારગીલમાં માઈનસ ૨૦ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. હવામાન વિભાગ મુજબ પંજાબ, દિલ્હી, નોર્થ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઠંડીનું પ્રમાણ હજુ વધી શકે તેમ છે.

images 24 દિલ્હીમાં ભારે ધુમ્મસ.30 ફ્લાઇટ પર અસર,ટ્રેનો મોડી પડી 

ઉત્તર પ્રદેશમાં ઠંડીના કારણે ૧૦૦ લોકોના મોત થઇ ચુક્યા છે. હવામાન વિભાગી મળતી માહિતી મુજબ હજુ પણ આગામી ૩દિવસમાં ઉત્તર ભારતમાં આવી જ ઠંડી યથાવત રહેશે. અને દિલ્હીમાં આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ વધી શકે તેમ છે.