રાજકોટ/ ધો.12માં ડમી વિદ્યાર્થીની ઝડપાઈ, જિલ્લા શિક્ષણ અધિકારીએ ઝડપી વિદ્યાર્થીનીને

કલ્યાણ હાઈસ્કૂલ ખાતેથી આ વિધાર્થીની ઝડપાઈ  છે. શીતલ ગીડના સ્થાને મુસ્કાન કુરેશીએ પરીક્ષા આપી રહી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીએ શંકાના આધારે વિદ્યાર્થીનીને ઝડપી પાડી છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વોનું પેપર હતું .

Top Stories Gujarat Rajkot
aparajita 9 ધો.12માં ડમી વિદ્યાર્થીની ઝડપાઈ, જિલ્લા શિક્ષણ અધિકારીએ ઝડપી વિદ્યાર્થીનીને
  • રિપીટર પરીક્ષાર્થીઓનું પ્રથમ પેપર પૂર્ણ
  • કલ્યાણ હાઈસ્કૂલ ખાતેથી ઝડપાઈ વિદ્યાર્થીની
  • શીતલ ગીડના સ્થાને મુસ્કાન કુરેશીએ આપી પરીક્ષા
  • જિલ્લા શિક્ષણ અધિકારીએ ઝડપી વિદ્યાર્થીનીને
  • ધો.12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વોનું પેપર હતું 

2020 માં ધોરણ 10 અને ધોરણ 12ની જાહેર પરીક્ષાઓમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ તેમજ ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષાઓ આજે 15 જુલાઈથી શરૂ થઇ છે. જેમાં રાજકોટ ખાતે ડમી વિધ્ર્થીની ઝડપાઈ છે. એક વિધાર્થીના સ્થાને અન્ય વિધાર્થીની પરીક્ષા આપતી ઝડપાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ ધો.12માં ડમી વિદ્યાર્થીની ઝડપાઈ છે. કલ્યાણ હાઈસ્કૂલ ખાતેથી આ વિધાર્થીની ઝડપાઈ  છે. શીતલ ગીડના સ્થાને મુસ્કાન કુરેશીએ પરીક્ષા આપી રહી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીએ શંકાના આધારે વિદ્યાર્થીનીને ઝડપી પાડી છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વોનું પેપર હતું .

ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ પરીક્ષાઓ 28 મી જુલાઇ સુધી ચાલશે. આ માટે દરેક જીલ્લામાં પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે.