ડીંડોલીમાં રાજદીપ સોસાયટીમાંથી રેકેટ ઝડપાયું
બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ મસાલા મળી આવ્યા
પુખરાજ ઉર્ફે પ્રકાશ કલાલની ધરપકડ
સાત લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
સુરતના ડીંડોલી ખાતેથી મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ મસાલા બનાવવાનું કૌભાંડ હાથ લાગ્યું છે. ટેસ્ટી મસાલા ના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા. બ્રાન્ડેડ કમ્પનીના નામે ડુપ્લીકેટ મસાલા પેક કરવામાં આવી રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના ડીંડોલીની રાજદીપ સોસાયટીમાંથી ડુપ્લીકેટ મસાલાનું રેકેટ ઝડપાયું છે. બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ મસાલા સાથે પુખરાજ ઉર્ફે પ્રકાશ કલાલની પોલીસે ધરપકડ કરી છે. તો સાથે સાથે સાત લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહ હાથ ધરી હતી.
એવરેસ્ટ કંપનીના બ્રાન્ડેડ મસાલાનું ડુપ્લીકેટ કરીને ગ્રાહકો સાથે છેતરપીંડી કરવામાં આવતી હતી. કંપનીના મેનેજરે પોલીસને સાથે રાખીને ડુપ્લીકેટ મસાલાની ફેક્ટરી પર છાપો માર્યો હતો. જેમાં પોલીસને સાત લાખથી વધુની કિમતના એવરેસ્ટ કંપનીના બ્રાન્ડેડ મસાલાના પેકેટ મળી આવ્યા હતા. પોલીસે કોપીરાઇટ એક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરી, વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
