Election/ આજે મતદાન પ્રક્રિયા વખતે મુખ્યમંત્રીની રૂપાણીના સુરક્ષા સ્ટાફને પણ અપાશે પીપીઈ કીટનું કવચ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી સાથે રાજકોટમાંમાં મતદાન કરવા માટે પહોંચવાના છે હનુમાન મઢી ચોક નજીક આવેલી સ્વસ્તીક સ્કુલમાંતેઓ મતદાન કરવાના છે ત્યારે રાજકોટ પોલીસ દ્વારા

Top Stories
vijay rupani. આજે મતદાન પ્રક્રિયા વખતે મુખ્યમંત્રીની રૂપાણીના સુરક્ષા સ્ટાફને પણ અપાશે પીપીઈ કીટનું કવચ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી સાથે રાજકોટમાંમાં મતદાન કરવા માટે પહોંચવાના છે હનુમાન મઢી ચોક નજીક આવેલી સ્વસ્તીક સ્કુલમાંતેઓ મતદાન કરવાના છે ત્યારે રાજકોટ પોલીસ દ્વારા તેના માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે,સિક્યુરીટી સ્ટાફ અને ત્યારે પોલીસ તંત્રએ આ અંગે પુરતી વ્યવસ્થા કરી રાખી હોવાનું ડીસીપી મનોહરસિંહ જાડેજાએ  જણાવ્યું છે.

Election / આજે 6 મહાનગરપાલિકાની ચૂંટણી અને પેટાચૂંટણી અન્વયે 50 હજાર જેટલા જવાનો રહેશે તૈનાત : DGP આશિષ ભાટિયા

થોડા દિવસો પહેલા વડોદરા ખાતે ચૂંટણી સભા સંબોધી રહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ચકકર આવતા સ્ટેજ પર જ ઢળી પડયા હતા. ત્યાંથી તેમને પ્રાથમીક સારવાર આપી હવાઈ માર્ગે તુરંત અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયાં તેમના તમામ રીપોર્ટ નોર્મલ આવ્યા હતા, સવારે તેમને એન્ટીજન્ટ કોરોના ટેસ્ટ પણ નેગેટીવ આવ્યો હતો.જો કે, બપોર સુધીમાં તેમનો આરટીપીસીઆર ટેસ્ટ પોઝીટીવ આવતા સૌ ચિંતામાં મુકાયા હતા અને રાજયભરમાંથી મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય અંગે પ્રાર્થનાઓ થવા લાગી હતી. લોકો સીએમ જલ્દી સાજા થાય તેવી શુભકામના આપી રહ્યા હતા. બાદમાં મુખ્યમંત્રીની તબીયત સારી હોવાના અહેવાલો મળ્યા હતા પરંતુ કોરોનાગ્રસ્ત હોવાથી હોસ્પીટલમાં જ તબીબોની દેખરેખ હેઠળ રખાયા હતા.

Election / આજે 6 પાલિકાઓના ચૂંટણી જંગ માટે તંત્ર સજ્જ, ડિસ્પેચ સહિતની કામગીરીને અપાયો આખરી ઓપ

જો કે કોરોનાની ગાઈડલાઈન મુજબ  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટમાં આવી મનપાની ચૂંટણી માટે મતદાન કરવાના છે. હનુમાન મઢી ચોક નજીક આવેલી સ્વસ્તીક સ્કુલમાંતેઓ મતદાન કરવાના છે,ડીસીપી મનોહરસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કેઅમારા સ્તરે રાજકોટ પોલીસ દ્વારા પુરતી વ્યવસ્થા કરાઈ છે. સીએમના સિકયુરીટી સ્ટાફ સિવાય રાજકોટ પોલીસના અધિકારી-કર્મચારી સુરક્ષામાં જોડાશે. મુખ્યમંત્રીની સુરક્ષામાં રહેનાર તમામ જવાનો પીપીઈ કીટ પહેરશે. તેમજ બુથમાં રહેલા કર્મચારી પણ પીપીઈ કીટ સાથે ફરજ પર રહેશે. ઉપરાંત કોવિડ એસઓપીનું પુરતું પાલન કરી વ્યવસ્થા ગોઠવાઈ છે.

Corona Update / કોરોના કેહેશે બાય બાય, આજે પણ સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…