ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7.00 વાગ્યા થી મતદાન શરુ હતી ચુક્યું છે. મતદાતાઓ વહેલી સવારે જ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતાં. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. 23 તારીખે મતગણતરી યોજાશે.
અમદાવાદમાં મનપાની ચૂંટણીમાં સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે. ઉર્જામંત્રી સૌરભ પટેલે સીએન વિદ્યાલય ખાતે મતદાન કર્યું છે. મતદાન બાદ ઉજામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોને વહીવટ આપવો તેનો નિર્ણય જનતા કરશે. લોકશાહી પર્વમાં મત આપવો ખૂબ અગત્યનું છે. 5 વર્ષ સલાહ આપવા કરતાં મતદાન કરવું મહત્વનુ છે. કોરોનાથી કોઈએ ડરવાની જરૂર નથી. ચૂંટણી પંચ દ્વારા સારી વ્યવસ્થા કરાઈ છે