આદ્યશક્તિ માં અંબાના ધામમાં ભાદરવી પુનમના મેળાને લઈને ભક્તોનો અવરિત ઘસારો જોવા મળી રહ્યો છે. અંબાજીના માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના નાદ થી ગુંજી ઉઠ્યો.અંબાજી ધામમાં માનવ મહેરામણ ઉમટ્યું.છેલ્લા 5 દિવસમાં 30 લાખ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા.લાખોની સંખ્યામાં લોકો પોતાની બધા પૂરી કરવા જતા નજરે પડ્યા હતા.