Not Set/ ચટાકેદારનાં ચસીયા અમદાવાદીઓનો માણેક ચોક,લો ગાર્ડન, રીલીફ રોડ, SG હાઇવે પરના ફૂડ સ્ટોલ્સમાં જોવા મળ્યો જમાવડો

અમદાવાદમાં સ્ટ્રીટ ફૂડની બોલબાલા કાયમ માટે રહી છે અને આવનાર સમયમાં પણ રહેશે જ રહેશે અને આ વાતની પુષ્ટી ચટાકેદારનાં ચસીયા અમદાવાદીઓ જ આપી રહ્યા છે.

Ahmedabad Gujarat
street food ચટાકેદારનાં ચસીયા અમદાવાદીઓનો માણેક ચોક,લો ગાર્ડન, રીલીફ રોડ, SG હાઇવે પરના ફૂડ સ્ટોલ્સમાં જોવા મળ્યો જમાવડો

અમદાવાદમાં સ્ટ્રીટ ફૂડની બોલબાલા કાયમ માટે રહી છે અને આવનાર સમયમાં પણ રહેશે જ રહેશે અને આ વાતની પુષ્ટી ચટાકેદારનાં ચસીયા અમદાવાદીઓ જ આપી રહ્યા છે. આજ કાલ માણેક ચોક,લો ગાર્ડન,રીલીફરોડ,એસજી હાઇવે પરના ફૂડ સ્ટોલ્સમાં અમદાવાદીઓનો જમાવડો જોવામાં આવી રહ્યો છે.

બીજા શહેરોની જેમ અમદાવાદની પણ પોતાની જ એક ફ્લેવર છે. ખાણીપીણીના શોખીન માટે અમદાવાદ સ્વર્ગ છે. તમે અહીં ચાલતા ચાલતા કોઈ પણ ગલીમાં જાવ તમને સ્વાદિષ્ટ ખાણીપીણીના સ્ટોલ્સ તો મળી જ જશે. અમદાવાદની વિશેષતા એ છે કે, અહીંયા દરેક ફૂડ આઇટમમાં અમદાવાદી ટચ આપવામાં આવે છે. જેથી અમદાવાદીઓ ફાઈવસ્ટાર હોટેલોના ક્રેઝ વચ્ચે પણ સ્ટ્રીટફૂડની મજા માણે છે.

આમ તો અમદાવાદમાં ખાણીપીણી અને તે પણ સ્ટ્રીટ ફૂડનો ઝાયકો સમય જોયા વીના ચાલતો જ રહે છે, દિવસ હોય કે રાત અમદાવાદમાં કઇ ન મળે તો કઇ નહીં પણ સ્ટ્રીટ ફૂડ તો મળી જ રહે, હા ગમે ત્યારે ગમે તે સમયે જાવ થોડી રાહ જોવી પડી કારણ કે સ્ટોલ પર ભીડ જ એટલી હોય. જો કે, કોરોનાએ આ મામલે થોડી બ્રેક મારી દીધી હતી પણ હવે….હવે રાબેતા મુજબ છે બધુ અને તેમા પણ રવીવાર કે રજાનો દિવસ એટલે તો વાત જ ન પુછો.

વીકેન્ડમાં ભાગ્યજ કોઈ અમદાવાદી ઘેર જમતું હશે. અમદાવાદીઓ મસમોટી હોટેલો કરતા સ્ટ્રીટફૂડની મજા વધુ માણે છે. શનિ-રવિ હોય ત્યારે સાંજના સમયે ખાણીપીણીના ખુમચાઓ પર જ જોવા મળતા હોય છે. અમદાવાદની દરેક ફૂડ આઇટમની અલગ જ વિશેષતાઓ છે.

અમદાવાદના ખમણ, દાળવડા,ભજીયા, પાવભાજી,ઢોસા કે પછી ચાઈનીઝ ફૂડ આઈટમ દરેકે ફૂડને અલગ જ અમદાવાદી ટચ સાથે અમદાવાદીઓ સ્ટ્રીટ ફૂડની માજા માણતા હોય છે. અમદાવાદમાં ઠેર ઠેર ફુડસ્ટોલ્સ લાગેલા છે. પરંતુ હવે અમદાવાદીઓ હાઈજેનીક સ્ટ્રીટફૂડ ખાવાનું વધુ પસંદ કરી રહ્યા છે અને માની રહ્યા છે કે સ્ટ્રીટફૂડ હોટેલોના ફૂડ કરતા વધુ ટેસ્ટી અને પ્રાઇસમાં અફોર્ડેબલ છે.

શહેરના માણેક ચોક,લો ગાર્ડન,એસજી હાઇવે,અર્બન ચોક,એસબીર સોશિયલ,સ્ટ્રીટ ઝાયકા,મીની માણેક ચોક એમ વિવિધ જગ્યાઓ પર અમદાવાદીઓ લીજતદાર સ્ટ્રીટફૂડની મજા માણે છે. કોરોના વચ્ચે પણ અમદાવાદીઓ બેજિજક સ્ટ્રીટફૂડની મજા મને છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…