મહાભારત/ કૃષ્ણએ આખરે દુર્યોધનને તેની હારનું મુખ્ય કારણ જણાવ્યું 

દુર્યોધને મહાભારતના યુદ્ધ દરમિયાન ત્રણ ભૂલો કરી હતી, આ ભૂલોને કારણે તે યુદ્ધ જીતી શક્યો ન હતો

Dharma & Bhakti
કૃષ્ણ એ આખરે દુર્યોધનને તેની હારનું મુખ્ય કારણ જણાવ્યું 

ભીમે દુર્યોધનની જાંઘ ઉપર પ્રહાર કર્યો હતો. તે યુદ્ધના મેદાનમાં લોહીથી લથપથ પડેલો હતો. બસ, તે થોડી જ વારમાં મરી જવાનો હતો, પરંતુ જ્યારે તે જમીન પર પડ્યો ત્યારે તેણે શ્રી કૃષ્ણ ને જોતા વારંવાર હાથની ત્રણ આંગળીઓ ઉંચી કરીને કંઈક કહેવાનો પ્રયત્ન કર્યો. દર્દના કારણે તેના મોઢામાંથી ધીમે ધીમે અવાજ નીકળી રહ્યો હતો.

આવી સ્થિતિમાં શ્રી કૃષ્ણ તેમની પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમારે કંઈ કહેવું છે? પછી કૃષ્ણે જણાવ્યું હતું કે, દુર્યોધને મહાભારતના યુદ્ધ દરમિયાન ત્રણ ભૂલો કરી હતી, આ ભૂલોને કારણે તે યુદ્ધ જીતી શક્યો ન હતો અને તેની સાથે આવું થયું છે. જો તેણે આ ભૂલો અગાઉ ઓળખી લીધી હોત તો આજે જીતનો તાજ તેના માથા પર હોત.

જ્યારે શ્રી કૃષ્ણે સહજતાથી દુર્યોધનને તેની તે ત્રણ ભૂલો વિશે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, પ્રથમ ભૂલ એ હતી કે તેણે નારાયણને બદલે તેની નારાયણી સેના પસંદ કરી. જો નારાયણ યુદ્ધમાં કૌરવોના પક્ષમાં હોત તો આજે પરિણામ અલગ હોત.

બીજી ભૂલ તેણે જે કહી તે એ હતી કે તે તેની માતાનું કહ્યું માણ્યું નહિ, તેણી માટે તેના લાખ વાર સમજાવ્યો હતો છતાંય તે ઝાડના પાંદડામાંથી બનેલો લંગોટ પહેરીને તેની સામે ગયો હતો. જો તે નગ્ન થઈ ગયો હોત તો આજે કોઈ યોદ્ધા તેને હરાવી શકતો ન હતો.

તેણે કરેલી ત્રીજી અને છેલ્લી ભૂલ યુદ્ધમાં સૌથી છેલ્લે જવાની ભૂલ હતી. જો તે વહેલો યુદ્ધધબહુમઈમાં ગયો હોત તો ગયો તે ઘણી બાબતો સમજી શક્યો હોત અને કદાચ તેના ભાઈઓ અને મિત્રોનો જીવ બચી ગયો હોત.

શ્રીકૃષ્ણે દુર્યોધનની આ બધી વાત નમ્રતાથી સાંભળી, પછી કૃષ્ણે તેને કહ્યું, ‘તારી હારનું મુખ્ય કારણ તારું અનીતિભર્યું વર્તન અને તારી પોતાની જ કુળવધૂનું ચીર હરણ હતું. તમે જાતે જ તમારા કાર્યો દ્વારા તમારું ભાગ્ય લખ્યું છે. આ સાંભળીને દુર્યોધનને તેની સાચી ભૂલ સમજાઈ.

વસંત પંચમી / વસંત પંચમી પર સૂર્ય-શનિ-બુધની યુતિ, પરંતુ કાલસર્પ યોગથી રહો સાવધ

Life Management / એક વિકલાંગ રાજાનું સુંદર ચિત્ર બનવાનું હતું, ત્યારે એક ચિત્રકારે એવું કર્યું કે બધાને આશ્ચર્ય થયું