Not Set/ ડે. સીએમ નીતિન પટેલ સાથે અનામત વર્ગની બેઠક પૂર્ણ, જાણો શું ચર્ચા થઇ…?

છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા અનામત આંદોલન સરકારની જાહેરાત બાદ પણ સંવાનું નામ નથી લઇ રહ્યું. છેલ્લા 27  દિવસથી LRDની મહિલા ઉમેદવારો ગાંધીનગર ખાતે અનશન પર બેઠી છે.  ગતરોજ રવિવારે સાંજે પરિપત્ર મામલે સરકારની જાહેરાતથી અસંતોષ હોવાને કારણે અનામત વર્ગનું આંદોલન યથાવત છે. તો બીજી બાજુ અનામત વર્ગના કેટલાક હોદ્દેદારો સાથે આજે […]

Uncategorized
numretor 9 ડે. સીએમ નીતિન પટેલ સાથે અનામત વર્ગની બેઠક પૂર્ણ, જાણો શું ચર્ચા થઇ...?

છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા અનામત આંદોલન સરકારની જાહેરાત બાદ પણ સંવાનું નામ નથી લઇ રહ્યું. છેલ્લા 27  દિવસથી LRDની મહિલા ઉમેદવારો ગાંધીનગર ખાતે અનશન પર બેઠી છે.  ગતરોજ રવિવારે સાંજે પરિપત્ર મામલે સરકારની જાહેરાતથી અસંતોષ હોવાને કારણે અનામત વર્ગનું આંદોલન યથાવત છે.

તો બીજી બાજુ અનામત વર્ગના કેટલાક હોદ્દેદારો સાથે આજે સવારે નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. જેમાં  પ્રવિણ રામ એલઆરડી અનામત મહિલાઓ અને આંદોલનકારીઓનું પ્રતિનિધિ મંડળ  સાથે કોંગ્રેસના ધારાસભ્યો નૌશાદ સોલંકી, ચંદનજી ઠાકોર અને ઋત્વિક મકવાણા વિગેરે જોડાયા હતા.

ડે સીએમ સાથે અનામત વર્ગની બેઠક પૂર્ણ થયા બાદ તમામ આગેવાન પાછા ઉપવાસ છાવણીમાં ગયા  છે. અહીં છાવણીમાં ફરી એકવાર વિસ્તૃત ચર્ચા વિચારણા કર્યા બાદ અનામત વર્ગ અંતિમ નિર્ણય લેશે.

આ મીટીંગ બાદ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, કટ ઓફ માર્કની ગેર સમજ દૂર થઈ છે. તો નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, બેઠકમાં દરેક મુદ્દે વિસ્તૃતમાં ચર્ચા કરાઈ છે. છાવણીમાં જઈ અનેક મુ્દ્દાઓ પર ચર્ચા થશે અને ત્યારબાદ અમારો નિર્ણય જણાવીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.