Gujarat/ આર્થિક રીતે સક્ષમ લોકો બજારમાંથી સ્વખર્ચે વેક્સીન લઇ શકશે: Dy.CM. નીતિન પટેલ

આર્થિક રીતે સક્ષમ લોકો બજારમાંથી સ્વખર્ચે વેક્સીન લઇ શકશે: Dy.CM. નીતિન પટેલ

Top Stories Gujarat
tukkal 7 આર્થિક રીતે સક્ષમ લોકો બજારમાંથી સ્વખર્ચે વેક્સીન લઇ શકશે: Dy.CM. નીતિન પટેલ

DCGIએ કોરોના રાશી અંગે જાહેરત કરી છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ આ નગે જણાવ્યું હતું કે, કોવેક્સિન અને કોવિશિલ્ડને મંજૂરી આપવવામાં આવી છે. વૈજ્ઞાનિક રીતે ચકાસણી કરીને મંજૂરી મળી છે. હજુપણ 2 વેક્સીન મળી શકે છે. કોરોના સામેની વેક્સિન આપવાની પ્રક્રિયામાં નાગરિકની સલામતી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે અને એટલે જ તમામ ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધર્યા બાદ જ નાગરિકોને રસી આપવામાં આવશે.

આ અંગે તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ તબ્બકે યુવાનોને બાદ કરીને વેક્સીન અપાશે. મોટા ભાગે 50 વર્ષથી ઉપરના લોકોને કોરોના વધુ થયો છે. જેથી પ્રથમ તબ્બકામાં સિનિયર સિટિઝનને વેક્સીન અપાશે. ત્રણ તબક્કામાં વેક્સીન અપાશે.

ગુજરાતમાં ત્રણ તબક્કામાં રસીનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ આરોગ્ય કર્મીઓને અપાશે. બીજા તબક્કામાં સુરક્ષા કર્મી અને અન્ય ફ્રન્ટલાઈન વોરિયરને વેક્સીન અપાશે. ત્રીજા તબક્કામાં સિનિયર સિટિઝન અને કો-મોર્બિડ(ડાયાબીટીસી,બ્લડપ્રેશર વગેરે)ની સ્થિતિ ધરાવતા દર્દીઓને રસી આપવા માટેનું આયોજન હાથ ધરાયું છે.

કોરોનાની વેક્સિનનું આર્થિક ભારણ ગરીબ અને મધ્યમવર્ગ પર ન આવે તેની દરકાર પણ રાજ્ય સરકાર કરી રહી છે. વધુમાં નીતિન ભાઈએ જણાવ્યું હતું એ, આર્થિક રીતે સક્ષમ લોકો બજાર માંથી સ્વખર્ચે વેક્સીન લઇ શકશે આર્થિક રીતે નબળા લોકોનેફ્રી માં વેક્સીન અપાય તેવી વ્યવસ્થા કરશે.

નાયબ મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નાગરિકની સલામતી એ ગુજરાત સરકારની પ્રાથમિકતા છે. તેનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, આજ દિન સુધી કોરોના સામેની લડતમાં રાજ્ય સરકારે રુપિયા 1 હજાર કરોડથી વધુનો ખર્ચ કર્યો છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારત સરકારે વેક્સિનેશન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે અને તમામ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી રાજ્ય સરકાર રસીકરણનો આરંભ કરશે.

 

 મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…