ચેન્નાઈ/ EDએ 51.69 કરોડ રૂપિયાનીની 67 પવનચક્કીઓ કરી જપ્ત

EDએ આ પવનચક્કીઓ જપ્ત કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ પ્રાથમિક આદેશ જારી કર્યો છે. આ પવનચક્કીઓનું સંચાલન કરતી કંપની પર રૂ. 3,986 કરોડની કથિત છેતરપિંડીનો આરોપ છે.

Top Stories India
પવનચક્કીઓ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે કહ્યું કે તેણે ચેન્નાઈ સ્થિત સુરાના ગ્રૂપ સામે તેની મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં 51 કરોડ રૂપિયાથી વધુની કિંમતની 67 પવનચક્કીઓ જપ્ત કરી છે.

EDએ આ પવનચક્કીઓ જપ્ત કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ પ્રાથમિક આદેશ જારી કર્યો છે. આ પવનચક્કીઓનું સંચાલન કરતી કંપની પર રૂ. 3,986 કરોડની કથિત છેતરપિંડીનો આરોપ છે. લેણાં વસૂલવા માટે બેંકો દ્વારા હરાજી કર્યા બાદ સુરાના ગ્રુપની 67 પવનચક્કીઓ બેનામી કંપનીના નામે ફરીથી ખરીદવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યા બાદ તપાસ એજન્સીએ આ કંપની સામે જપ્તીની કાર્યવાહી હાથ ધરી છે.

EDએ નિવેદનમાં કહ્યું કે જપ્ત કરાયેલી સિવાય પવનચક્કીઓ સાથે જોડાયેલી જમીનની કુલ કિંમત લગભગ 51.69 કરોડ રૂપિયા છે. જો કે, તેણે જપ્ત કરેલી પવનચક્કીઓનું ભૌગોલિક સ્થાન સ્પષ્ટ કર્યું નથી. આ સિવાય તપાસ એજન્સીએ રામલાલ જૈનની 61.63 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો પણ જપ્ત કરી છે.

જૈન પર ગુનાની આવકને તેના સામાન્ય વ્યવસાયમાં વાળવાનો આરોપ છે. આમ, આ કેસમાં જપ્ત કરવામાં આવેલી કુલ સંપત્તિની કિંમત 113.32 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ઇડીએ ગયા મહિને આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી હતી, જેમાં સુરાના ગ્રુપના બે પ્રમોટર્સ અને કથિત શેલ કંપનીના બે ડિરેક્ટરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:સંસદસભ્યો બુધવારે લાલ કિલ્લાથી સંસદ સુધી ‘તિરંગા બાઇક રેલી’ યોજશે, તમામ પક્ષોને સાથે આવવા કરાઈ અપીલ

આ પણ વાંચો:એશિયા કપનું શેડ્યૂલ થયું જાહેર, આ દિવસે ટકરાશે ભારત-પાકિસ્તાન

આ પણ વાંચો:લોકો પરેશાન, પરંતુ સરકાર ‘અહંકારી રાજા’ની છબી ચમકાવવા માટે અબજો રૂપિયા ફૂંકી રહી છે: રાહુલ ગાંધી