અભિનેતા ડિનો મોરિયા અને કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના જમાઇની કરોડોની સંપત્તિ ગુજરાતના ઉદ્યોગપતિ સાંડેસરા ભાઈઓ દ્વારા કરવામાં આવેલી 14,500 કરોડ રૂપિયાની બેંક લોન છેતરપિંડી સંબંધિત કેસમાં જપ્ત કરવામાં આવી છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ શુક્રવારે કહ્યું હતું કે તેણે ગુજરાત સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની સ્ટર્લિંગ બાયોટેક ગ્રુપ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના જમાઈ, અભિનેતા ડિનો મોરિયા અને ડીજે અકીલની સંપત્તિ જોડી દીધી છે.ઇડીએ કહ્યું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ચાર વ્યક્તિઓની સંપત્તિના જોડાણના પ્રાથમિક આદેશો જારી કરવામાં આવ્યા છે. પ્રોપર્ટીની કિંમત 8.79 કરોડ રૂપિયા છે.
ખાનની જોડાયેલ સંપત્તિ 3 કરોડની છે, ડીનો મોરિયાની રૂ. ૧.4 કરોડ અને ડીજે અકીલ તરીકે જાણીતા અકીલ અબ્દુલખલીલ બચુલીની કિંમત ૧.9 કરોડની છે, કેન્દ્રિય તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે. જ્યારે પટેલના જમાઇ ઇરફાન અહેમદ સિદ્દીકીની સંપત્તિ 2.41 કરોડ છે.ઇડીએ જણાવ્યું હતું કે સ્ટર્લિંગ બાયોટેક ગ્રુપના ફરાર પ્રમોટરો નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરાએ ગુનાથી મેળવેલા નાણાં ચારેય વ્યક્તિને આપ્યા હતા.અને આર્થિક ગુનો કરી ફરાર થઇ ગયા હતા.તેમને ગુનેગાર જાહેર કરવામાં આવ્યા હતા.
મની લોન્ડરિંગ કેસ સ્ટર્લિંગ બાયોટેક અને તેના મુખ્ય પ્રમોટરો અને ડિરેક્ટરો દ્વારા કરવામાં આવેલા 14,500 કરોડ રૂપિયાના કથિત બેંક છેતરપિંડી સાથે સંબંધિત છે.
