મહારાષ્ટ્રની સાંગલી લોકસભા બેઠકના સાંસદ સંજય પાટીલે રવિવારે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સાંગલીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મારી પાછળ નહીં આવે કારણ કે હું ભાજપનો સાંસદ છું.બીજેપી સાંસદ સંજય પાટીલે અહીં કહ્યું, ‘ઈડી મારી પાછળ નહીં આવે કારણ કે હું બીજેપીનો સાંસદ છું.40 લાખ રૂપિયાની લક્ઝરી કાર ખરીદવા માટે અમારે લોન લેવી પડશે અને દેવાની રકમ જાણીને ઈડી પણ ચોંકી જશે. ‘
હાલમાં જ હર્ષવર્ધન પાટીલે પણ કટાક્ષ કર્યો હતો કે હું ભાજપમાં સારી રીતે ઉંઘી રહ્યો છું, કેમ કોઈ પૂછપરછ નથી થઈ. NCP પ્રમુખ શરદ પવારે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યા બાદ આ ટિપ્પણી આવી છે.હર્ષવર્ધન પાટીલ, જે પુણેની ઈન્દાપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય હતા, તેઓ 2019ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. મહારાષ્ટ્ર સરકાર કેન્દ્ર પર રાજ્યના નેતાઓ વિરુદ્ધ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવી રહી છે.
