Not Set/ શિક્ષણ વિભાગનો વધુ એક છબરડો સામે આવ્યો, પહેલા બેસ્ટ શિક્ષકનો અવોર્ડ આપ્યો-ભૂલ સમજાઇ તો પાછો લઇ લીધો

ગુજરાત શિક્ષણ વિભાગનો વધુ એક છબરડો સામે આવ્યો છે. શિક્ષણ વિભાગે પહેલા બેસ્ટ શિક્ષકનો અવોર્ડ એક શિક્ષકને આપી દીધો અને પછીથી અચાનક દિવ્ય જ્ઞાન પ્રાપ્તી થઇ જતા અને પોતાની ભૂલ સમજાઇ જતા, શિક્ષક પાસેથી એવોર્ડ પાછો લઇ લીધો છે. હા અલબત આ પણ સારી વાત છે કે, આ મામલે શિક્ષણ વિભાગે ભૂલ થઇ આવુ સ્વીકાર્યું […]

Top Stories Gujarat
best teacher શિક્ષણ વિભાગનો વધુ એક છબરડો સામે આવ્યો, પહેલા બેસ્ટ શિક્ષકનો અવોર્ડ આપ્યો-ભૂલ સમજાઇ તો પાછો લઇ લીધો

ગુજરાત શિક્ષણ વિભાગનો વધુ એક છબરડો સામે આવ્યો છે. શિક્ષણ વિભાગે પહેલા બેસ્ટ શિક્ષકનો અવોર્ડ એક શિક્ષકને આપી દીધો અને પછીથી અચાનક દિવ્ય જ્ઞાન પ્રાપ્તી થઇ જતા અને પોતાની ભૂલ સમજાઇ જતા, શિક્ષક પાસેથી એવોર્ડ પાછો લઇ લીધો છે. હા અલબત આ પણ સારી વાત છે કે, આ મામલે શિક્ષણ વિભાગે ભૂલ થઇ આવુ સ્વીકાર્યું અને ભૂલને સુધારી પણ ખરી..

રાજ્યના ત્રણ હજાર કરતા વધુ શિક્ષકોને ૨૬ જાન્યુઆરીના રોજ બેસ્ટ શિક્ષકનો એવોર્ડ અપાયા બાદ માળિયાના એક શિક્ષક પાસેથી આ એવોર્ડ પરત લઈ લેવામાં આવ્યો છે. આ શિક્ષકે ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં અસંખ્યા છબરડાં કર્યાં હતા. આ ઉપરાંત જે વિષય ભણાવતા હતા તેનું પૂરતુ જ્ઞાન ન હોવાનું પણ બહાર આવ્યું હતું. શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા મોરબી જિલ્લાની મુલાકાત દરમિયાન માળિયા તાલુકાની સ્કૂલની મુલાકાત લેવામાં આવી ત્યારે આ છબરડો બહાર આવતા શિક્ષક પાસેથી ‘પ્રતિભાશાળી શિક્ષક’ એવોર્ડ પરત લેવાનો નિર્ણય લેવાયો હતો.

રાજ્યના શિક્ષણ વિભાગે પ્રતિભાશાળી શિક્ષકોને એવોર્ડ આપવાની યોજના અમલમાં મૂકી છે. જેમાં સરકારી પ્રાથમિક સ્કૂલોના શિક્ષકોને એવોર્ડ આપવાનું નક્કી કરાયું છે. આ માટે દરેક જિલ્લાઓમાંથી શિક્ષકોના નામ ક્લસ્ટર રિસોર્સ કો-ઓર્ડિનેટર પાસે મગાવાયા હતા. જેમાં રાજ્યના ૩૨૫૮ શિક્ષકોને ૨૬ જાન્યુઆરીના રોજ પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ એનાયાત કરવામાં આવ્યા હતા. આ શિક્ષકો પૈકી ૫૬ શિક્ષકો મોરબી જિલ્લાના હતા.

આ દરમિયાન રાજ્યના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારી મોરબી જિલ્લામાં ચકાસણી માટે ગયા ત્યારે માળિયા ખાતે આવેલી મોટા દહીસરા ગર્લ્સ પ્રાયમરી સ્કૂલમાં પણ તેમણે તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી હતી. આ સ્કૂલના શિક્ષક કે જેને પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ મળ્યો હતો તેમના દ્વારા તપાસવામાં આવેલી ઉત્તરવહીઓમાં અનેક છબરડાં હતા. ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા જે સૂચનાઓ ઈશ્યૂ કરવામાં આવે છે તેનો પણ શિક્ષક દ્વારા યોગ્ય રીતે અમલ કરાતો ન હતો અને તેમના વિષયનું પણ યોગ્ય જ્ઞાન ન હોવાનું જણાયું હતું.

શિક્ષક દ્વારા તપાસવામાં આવેલી ઉત્તરવહીઓમાં ભૂલ હોવા છતાં માર્ક આપવામાં આવ્યા હોવાનું જણાયું હતું. જેથી આ ઘટના અંગે તપાસ કરવાનું નક્કી કરાયું હતું અને તેને લઈને એક તપાસ કમિટી બનાવી ચકાસણી કરાવવામાં આવી હતી. જેમાં સ્કૂલના શિક્ષક, પ્રિન્સિપાલ સહિત પાંચ લોકોને નોટિસ આપવામાં આવી હતી. ક્લસ્ટર રિસોર્સ કો-ઓર્ડિનેટરને પણ નોટિસ અપાઈ હતી. ત્યારબાદ આ શિક્ષકને આપવામાં આવેલો પ્રતિભાશાળા શિક્ષકને એવોર્ડ પરત લઈ લેવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ ક્લસ્ટર રિસોર્સ કો-ઓર્ડિનેટરને તેમની સામે પગલાં કેમ ન લેવા તે માટે નોટિસ આપી હતી. જેમાં જણાવાયું હતું કે, ક્લસ્ટર લેવલ કો-ઓર્ડિનેટર દ્વારા શિક્ષકનું નામ પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદ કરીને મોકલ્યું હતું. જેથી કયા આધારે આ શિક્ષકનું નામ પસંદ કરવામાં આવ્યું તે અંગે પણ ખુલાસો કરવા માટે જણાવાયું છે. આમ, એવોર્ડ આપી પરત લઈ લેવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.