Junagadh News/ જૂનાગઢના માણાવદરમાં આઠ ઇંચ વરસાદ

જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં સવાર સુધીમાં 8 ઇંચ વરસાદ પડતા માણાવદર શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત માણાવદરની જીવાદોરી સમાન રસાલા ડેમ પણ પ્રથમ વરસાદે જ ઓવરફ્લો થઈ ગયો છે.

Top Stories Gujarat Rajkot Trending Breaking News
Beginners guide to 75 જૂનાગઢના માણાવદરમાં આઠ ઇંચ વરસાદ

Junagadh News: જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં સવાર સુધીમાં 8 ઇંચ વરસાદ પડતા માણાવદર શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત માણાવદરની જીવાદોરી સમાન રસાલા ડેમ પણ પ્રથમ વરસાદે જ ઓવરફ્લો થઈ ગયો છે.

જ્યારે માણાવદરના ગોકુળ નગર, અમૃત નગર, ગીરીરાજ સોસાયટીમાં કમર  સુધી પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. તેમા જૂનાગઢના માણાવદરમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ નોઁધાયો છે.  સુરતના મહુવામાં 7 ઈંચ કરતા વધુ વરસાદ નોઁધાયો. સુરતના બારડોલીમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો.

જુનાગઢમાં ભારે વરસાદ બાદ એલર્ટ

ભારે વરસાદને પગલે જુનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે, કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. ભારે વરસાદની પરિસ્થિતિમાં નદીના પટમાં અવર જવર ન કરવા તથા નદી-નાળાઓમાં નાહવા ન જવા માટે નમ્ર વિનંતિ છે. જૂનાગઢમાં સમેગા-કોડવાવ રસ્તા પર સમેગા તળાવનું પાણી ભરાયેલા હોય તે રસ્તો હાલમાં બંધ છે. કોયલાણા-કોઠડી ઓજત નદીનું પાણી આવતા હાલ બંધ થયેલ છે. બોડકા-પીપલાણા ઓજતનું પાણી આવતા રસ્તો બંધ છે.

Beginners guide to 69 2 જૂનાગઢના માણાવદરમાં આઠ ઇંચ વરસાદ

ભારે વરસાદને કારણે આ રસ્તાઓ બંધ

રાજ્યમાં અત્યારે કુલ 14 માર્ગો બંધ કરવાની ફરજ પડી છે. રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે પંચાયત હસ્તકના 12 માર્ગ અને અન્ય બે માર્ગ બંધ કરવામાં આવ્યા છે. સુરતમાં 6, પોરબંદરમાં બે માર્ગ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર ભાવનગર એક એક માર્ગ બંધ કરાયો છે.

રાજ્યમા નવ જિલ્લામા એનડીઆરએફ ટીમ તૈનાત કરવામા આવી છે. નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને સુરત જીલ્લામા એક એક ટીમ તૈનાત કરાઈ છે.

Beginners guide to 70 1 જૂનાગઢના માણાવદરમાં આઠ ઇંચ વરસાદ

લાઠ ગામ પાણીમાં ગરકાવ

હવામાન ખાતાની આગાહીને પગલે સાર્વત્રિક મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને લઈને અમુક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ઉપલેટા તાલુકાના લાઠ, ભીમોરા, મજેઠી, કુઢેચ, તેલંગણા સહિતના ગામોમાં રાત્રિના બાર વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધીમાં 4 થી 6 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. લાઠ ગામે પડેલા ભારે વરસાદને કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામ સંપર્ક વિહોણું થયું છે.

માણાવદર તાલુકાના ભિડોરા અને ઇન્દ્રા ગામથી આવતી ઉપલેટા બસ લાઠ ગામે ફસાઈ છે. જેથી ભિડોરા, ઇન્દ્રા, ભીમોરા અને લાઠથી ઉપલેટા અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ લાઠ ગામે રોકાવાની ફરજ પડી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદને લઈને ગામની ચારે તરફ જળબંબાકારની સ્થિતિમાં આવી ગયુ છે. લાઠ ગામથી ઉપલેટા તરફનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. જૂનાગઢમાં વંથલીનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ડેમમાં 10,140 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદના લીધે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. સોરઠની જીવાદોરી સમાન ઓઝત ડેમ ઓવરફ્લો થયો છે. આખા ટીનમસ સહિતના પાંચ ગામને સાવચેત કરાયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત