ગોળીબાર/ મેક્સિકોમાં ગોળીબાર થતાં બે બાળકો સહિત 8 લોકોનાં મોત

સેન્ટ્રલ મેક્સિકોના એક વિસ્તારમાં ડ્રગ સ્મગલરો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે.

Top Stories World
FYRING મેક્સિકોમાં ગોળીબાર થતાં બે બાળકો સહિત 8 લોકોનાં મોત

મેક્સિકોમાં ફરી ફાયરિંગની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેન્ટ્રલ મેક્સિકોના એક વિસ્તારમાં ડ્રગ સ્મગલરો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. ફાયરિંગની ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં એક વર્ષની છોકરી અને 16 વર્ષની છોકરીનો પણ સમાવેશ થાય છે. મેક્સિકોના પ્રાદેશિક ફરિયાદી કાર્યાલયના જણાવ્યા અનુસાર, મંગળવારે મોડી રાત્રે ગુઆનાજુઆટો રાજ્યના સિલાઓ મ્યુનિસિપાલિટી વિસ્તારમાં બે મોટરસાઇકલ પર સવાર બંદૂકધારીઓએ ઘરો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં બે બાળકો સહિત 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા

રાજ્યના ગૃહ સચિવ લિબિયા ગાર્સિયાએ ટ્વીટ કર્યું કે સાલિયોમાં જે બન્યું તેનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. ગુઆનાજુઆટોની સરકાર તરીકે, અમે સાથે મળીને કામ કરીશું અને લોકોનો જીવ લેનારાને કોઇપણ સંજોગોમાં પકડી લેવામાં આવશે અને  પીડિતોને ન્યાય પણ મળશે,પ્રાપ્ત માહિતી અનુસાર  હુમલાખોરોએ એક ઘરમાં હાજર ચાર લોકોને નિશાન બનાવ્યા હતા અને આ દરમિયાન ત્યાં હાજર એક મહિલાનું પણ મોત થયું હતું. સ્થાનિક મીડિયા અનુસાર, સાલિયો નગરના દૂરના વિસ્તારમાં બનેલા ઘરનો ઉપયોગ નશાખોરો કરતા હતા.

મેક્સિકોમાં ડ્રગની હેરફેર અને ચોરાયેલા ઇંધણના બજારો પર સર્વોપરીતા માટે લડતી ઘણી ગેંગ છે. નવેમ્બરના મધ્યમાં સિલાઓમાં બે સમાન હુમલામાં 11 લોકો માર્યા ગયા હતા. 2006 થી મેક્સિકોમાં 300,000 થી વધુ હત્યાઓ નોંધાઈ છે, જ્યારે સરકારે વિવાદાસ્પદ ડ્રગ વિરોધી લશ્કરી અભિયાન શરૂ કર્યું હતું,