political crisis/ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે એકનાથ સિંદે કર્યો પ્રહાર,દાઉદ ઇબ્રાહિમ સાથે સંબધ ધરાવતાને કેવી રીતે….

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય નાટકમાં ભાજપનો પ્રવેશ થયો છે. કેન્દ્રની ભાજપ સરકારે શિવસેનાના 15 બળવાખોર ધારાસભ્યોને Y+ શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે.

Top Stories India
શિવસેનાના

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય નાટકમાં ભાજપનો પ્રવેશ થયો છે. કેન્દ્રની ભાજપ સરકારે શિવસેનાના 15 બળવાખોર ધારાસભ્યોને Y+ શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે. બીજી તરફ મહારાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં ઠાકરે અને શિંદેના સમર્થકો સમર્થન અને વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ગુવાહાટીમાં હાજર શિંદે જૂથ ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં ઊભા રહેલા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યું છે. આ સંદર્ભે શિંદે જૂથની એક બેઠક પણ યોજાઈ હતી જેમાં કાયદાકીય વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી.

હિન્દુ હ્રદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેની શિવસેના દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ ધરાવતા વ્યક્તિને કેવી રીતે સમર્થન આપી શકે? દાઉદ ઇબ્રાહીમે  મુંબઈના નિર્દોષ નાગરિકોને બોમ્બ બ્લાસ્ટથી માર્યા ? અમે આ નિર્ણયનો વિરોધ કરવા માટે પગલાં લીધાં છે. આ નિર્ણય આપણને મૃત્યુના આરે લઈ જાય તો પણ તેની પરવા નથી.

એકનાથ શિંદેએ ટ્વીટ કર્યું, ‘હિંદુ હ્રદય સમ્રાટ વંદનીય બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વ વિચારો માટે અને બાળાસાહેબની શિવસેનાને બચાવવા માટે આપણે મરી જઈએ તો સારું. જો આમ થશે તો અમે અમારી જાતને ભાગ્યશાળી માનીશું.