૧૩ રાજ્યોની પેટા ચૂંટણીના પરિણામોના કોઈ માને કે ન માને પણ પડઘા અને પડછંદા વ્યાપક પડ્યા છ.કોંગ્રેસને ફાયદો થયો છે તે હકીકત છે.જ્યારે મમતા બેનરજીએ પોતાની ધારણા કરતા કદ વધારે પ્રમાણમાં વધાર્યું છે. પેટ્રોલ અને ડીઝલ પરની ડ્યુટી ઘટાડવાની સરકારને ફરજ પડી છે.હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી જયરામ ઠાકુરે સ્વીકાર્યું છે કે ભાજપની હારનું એક કારણ મોંઘવારી પણ છે.આ પરિણામો અંગે મોટા ભાગના વિશ્લેષકોએ એ વાતની પણ નોંધ લીધી છે કે આ ચૂંટણીના કારણે બે મુખ્ય મંત્રીઓની ખુરશી બચી ગઈ છે,તો ત્રણ મુખ્યમંત્રીઓની ખુરશી ખતરામાં મુકાઈ ગઈ છે. રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત(કોંગ્રેસ) અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની ખુરશી બચી ગઈ હોય તેવું લાગે છે. જ્યારે ભાજપ શાસિત રાજ્યો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર,કર્ણાટકના મુખ્ય મંત્રી બસવરાજ બોંમાઈ અને હરિયાણાના મુખ્ય મંત્રી મનોહર ખટ્ટરની ખુરશી કે સત્તા પર જોખમ ઉભું થયું છે.દિવાળીબાદ આ અંગે ભાજપનું મોવડી મંડળ કઈક નિર્ણય લે તેવી શકયતા છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની ખુરશી ખતરામાં હોવાની અટકળો ઘણા સમયથી ચાલુ હતી.કદાચ પેટાચૂંટણી બાદ કશીક નવજુની થવાની શકયતા હતી પરંતુ મધ્યપ્રદેશની ખંડવા લોકસભા બેઠક નોંધપાત્ર સરસાઈથી ભાજપે જાળવી રાખતા અને કોંગ્રેસ પાસેથી બે વિધાનસભા બેઠકો આંચકી લેતા આ રાજ્યમાં ભાજપનો દબદબો બરાબર જળવાયો છે.શિવરાજસિંહ ચૌહાણ અને તેના ટેકેદારો દાવા સાથે પોતાનું વર્ચસ્વ આ રાજ્યમાં યથાવત હોવાનો દાવો મજબૂતરીતે કરી શકે તેમ છે.અત્યારે તો મોટાભાગના વિશ્લેષકોએ એવો મત વ્યક્ત કર્યો છે કે ભાજપના મોવડીઓ હમણાં શિવરાજને બદલવાનો નિર્ણય કરી શકે તેમ નથી.જો કે એક વિશ્લેષકે તો એવું પણ કહયું છે કે આ મોદી છે ગમે ત્યારે ગમે તેવો નિર્ણય લઈ શકે છે.
આશ્ચર્યજનક નિર્ણયો લેવાની તો મોદીની આદત છે.

કૉંગ્રેસ શાસિત રાજ્ય રાજસ્થાનમાં સચિન પાયલોટ અને તેના ટેકેદારો ઘણા લાંબા સમયથી મુખ્યમંત્રી ગેહલોતની સામે અભિયાન ચલાવી રહયા છે.કૉંગ્રેસના મોવડીઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ એવી ખાતરી પણ આપી છે કે ન્યાય મળશે અને તેમની માગણી સ્વીકારાશે.પરંતુ રાજસ્થાનમાં યોજાયેલી બે બેઠકોની પેટા ચૂંટણીમાં બન્ને બેઠકો કોંગ્રેસ જીતી છે એટલું જ નહીં પરંતુ આમાંની એક બેઠક તો કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી છે.એટલું જ નહીં પણ બન્ને બેઠકો પર ભાજપ ત્રીજા સ્થાને રહ્યો છે.આ બાબતની કોંગ્રેસના મોવડી મંડળે નોંધ પણ લીધી છે.તેથી હવે સચિન પાયલોટને પણ મોટા હોદ્દા માટે વધુ રાહ જોવી પડશે.આ ઉપરાંત બે માસ પહેલા યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં પણ કોંગ્રેસે ભવ્ય વિજય મેળવ્યો છે.આ બધી બાબત ગેહલોતની તરફેણમાં હોવાનું રાજકીય નિરીક્ષકો માને છે.આનો અર્થ એવો પણ કરી શકાય કે અનિર્ણયની કેદી સમાન કોંગ્રેસની નેતાગીરી ગેહલોતને હમણાં ડિસ્ટર્બ નહિ કરે.બાકી તો રાજકારણ છે ગમે તે બની શકે છે.

કર્ણાટકમાં બે બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે એક બેઠક જનતા દળ (એસ) પાસેથી આંચકી છે.તો બીજી બેઠક ગુમાવી છે.આ બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી ઝૂંટવી લીધી છે.આ બેઠક એવી છે કે જે ત્યાંના મુખ્યમંત્રી બસવરાજ બોંમ્મઈના વતનની છે.વર્તમાન મુખ્ય મંત્રી પોતે પોતાનો મતવિસ્તાર જાળવી શક્યા નથી.તેથી તાજેતરમાં રાજીનામુ આપનાર યેદિયુરપ્પા માટે પોતાનું મહત્વ બતાવવા માટે દોડવું હતું અને ઢાળ મળી ગયો જેવી સ્થિતી ઉભી થવા પામી છે.બોંમ્મઈ ભાજપ નેતાગીરીની ધારણા મુજબ સફળ થયા નથી તે પણ એક હકીકત છે.તેને બદલવા માટે યેડી જૂથના કેટલાક ધારાસભ્યોએ માગણી કરી છે.
ટૂંકમાં કહીએ તો હાલના સંજોગો જોતા ભાજપને પોતાના શાસન વાળા ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રી બદલવા પડે તેવી હાલત છે. ભાજપ શાસિત હરિયાણામાં એક બેઠકની પેટાચૂંટણીમાં ખેડૂત આંદોલનના ટેકામાં રાજીનામુ આપનાર લોકદળના ધારાસભ્ય અભયસિંહ ચોંટાલા ચૂંટાયા છે. મુખ્યમંત્રી મનોહર ખટ્ટર સામે ખેડૂત આંદોલનને અનુલક્ષીને જે વિરોધ છે તેને અનુલક્ષીને નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચોંટાલાના પક્ષના ધારાસભ્યો અને ભાજપના કેટલાક ધારાસભ્યોને વાંધો છે તેના પડઘા રૂપે તેમને પણ હટાવાય તેવી શકયતા છે.
કર્ણાટકમાં બે બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે એક બેઠક જનતા દળ (એસ) પાસેથી આંચકી છે.તો બીજી બેઠક ગુમાવી છે.આ બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી ઝૂંટવી લીધી છે.આ બેઠક એવી છે કે જે ત્યાંના મુખ્યમંત્રી બાસવરાજ બોંમ્મઈના વતનની છે.વર્તમાન મુખ્ય મંત્રી પોતે પોતાનો મત વિસ્તાર જાળવી શક્યા નથી.તેથી તાજેતરમાં રાજીનામુ આપનાર યેદિયુરપ્પા માટે પોતાનું મહત્વ બતાવવા માટે દોડવું હતું અને ઢાળ મળી ગયો જેવી સ્થિતી ઉભી થવા પામી છે.બોંમ્મઈ ભાજપ નેતાગીરીની ધારણા મુજબ સફળ થયા નથી તે પણ એક હકીકત છે.તેને બદલવા માટે યેડી જૂથના કેટલાક ધારાસભ્યોએ માગણી કરી છે.
ટૂંકમાં કહીએ તો હાલના સંજોગો જોતા ભાજપને પોતાના શાસન વાળા ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રી બદલવા પડે તેવી હાલત છે.
હિમાચલ પ્રદેશમાં ત્રણેય વિધાનસભા અને એક લોકસભા બેઠક પર ભાજપની કારમી હાર બાદ હવે જયરામ ઠાકુરની વિદાય નિશ્ચિત માનવામાં આવી રહી છે. મંગળવારે હિમાચલ પ્રદેશ પેટાચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને ચારે બાજુથી હરાવ્યું હતું. એક બેઠક પર તો ભાજપના ઉમેદવારની ડિપોઝીટ પણ જપ્ત કરવામાં આવી હતી. પરિણામો બાદ કોંગ્રેસ છાવણીમાં ઉજવણીનો માહોલ છે. પીસીસી ચીફ કુલદીપ રાઠોડે ભાજપ સરકાર પર કટાક્ષ કર્યો કે સીએમ તેમના ગૃહ મતવિસ્તાર મંડીને પણ બચાવી શક્યા નથી, તેથી તેમણે તેમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. તે જ સમયે, સીએમ જયરામ ઠાકુરે ભાજપના કેટલાક સભ્યો પર વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો છે, સાથે જ આત્મનિરીક્ષણની વાત કરી છે.
મંગળવારે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સાથે જોવા મળ્યો હતો. કોંગ્રેસે ત્રણેય વિધાનસભા બેઠકો ફતેહપુર, અરકી અને જુબ્બલ-કોટખાઈ અને મંડી લોકસભા બેઠકો જીતી હતી. મંડી બેઠક પર અગાઉ ભાજપનો કબજો હતો. અહીંથી પૂર્વ સીએમ વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભા સિંહે કારગિલ યુદ્ધના હીરો અને ભાજપના ઉમેદવાર રિટાયર્ડ બ્રિગેડિયર કુશલ સિંહ ઠાકુરને હરાવ્યા હતા. પ્રતિભા સિંહે આ બેઠક પર 8766 મતોની સરસાઈથી જીત મેળવી હતી. પ્રતિભા સિંહને 365650 વોટ મળ્યા. જ્યારે કુશલ સિંહને 356884 વોટ મળ્યા હતા.
બીજી તરફ વિધાનસભા બેઠકો પર પણ કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. જુબ્બલ-કોટખાઈ વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર નીલમ સરાઈકની સુરક્ષા જપ્ત કરવામાં આવી હતી. તેમને માત્ર 2584 વોટ મળ્યા હતા. નીલમ ત્રીજા ક્રમે રહી હતી. કોંગ્રેસના ઉમેદવાર રોહિત ઠાકુરે 29447 મતો મેળવીને આ બેઠક જીતી હતી. આ સીટ પર અપક્ષ ઉમેદવાર ચેતન બ્રગટા 23344 મત મેળવીને બીજા ક્રમે રહ્યા હતા.
ફતેહપુર વિધાનસભા મતવિસ્તારથી કોંગ્રેસના ઉમેદવાર ભવાની સિંહ પઠાનિયાએ ભાજપના ઉમેદવાર બલદેવ ઠાકુરને 5789 મતોના માર્જિનથી હરાવ્યા. કોંગ્રેસે પણ આર્કી વિધાનસભા બેઠક પરથી જીતનો સ્વાદ ચાખ્યો. અહીં કોંગ્રેસના ઉમેદવાર સંજય અવસ્થીની જીત થઈ છે.
ત્રણ વિધાનસભા બેઠકો અને મંડી લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં મળેલી જીતથી ઉત્સાહિત કોંગ્રેસ પાર્ટીએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરના રાજીનામાની માંગ કરી છે. બીજી તરફ, ભાજપે કહ્યં4 કે તે પોતાની હારના કારણોનું આત્મનિરીક્ષણ કરશે. હિમાચલ પ્રદેશના અધ્યક્ષ કુલદીપ રાઠોડે કહ્યું, “ઠાકુર પણ તેમના ગૃહ જિલ્લા મંડીમાં ભાજપની બેઠક જાળવી રાખવામાં નિષ્ફળ ગયા.” તેમણે પેટાચૂંટણીને “સેમી-ફાઇનલ” ગણાવી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવતા વર્ષે ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મોટી જીત સાથે સત્તામાં પરત ફરશે.
બીજી તરફ સીએમ જયરામ ઠાકુરે આરોપ લગાવ્યો કે ભાજપના કેટલાક કાર્યકરોએ પાર્ટીના ઉમેદવારો વિરુદ્ધ કામ કર્યું. છે સાથો સાથ તેમણે મોંઘવારીને પણ ભાજપના પરાજય માટે જવાબદાર ગણી મોદી સરકાર સામે પણ નિશાન તાક્યું છે તેના કારણે ભાજપના નેતાઓ નારાજ છે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડાના વતનના રાજ્યમાં પક્ષનો પરાજય થયો તેની પણ નોંધ મોવડીમંડળે લીધી છે હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રીની ખુરશી પણ ખતરામાં છે.
હુમલો / બીજેપી સાંસદની કાર પર ખેડૂતોનો હુમલો, પોલીસે પ્રદર્શનકારીઓની કરી અટકાયત
એલર્ટ / શું છે ચીનનું હાઇબ્રિડ વોરફેર, જેના કારણે PM મોદીએ દિવાળી પર સૈનિકોને કર્યા એલર્ટ
